સેદ્રાણામાં વાલ્મીકિ સમાજનો દ્વિતીય સમૂહલગ્ન સમારોહ યોજાયો
પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.)દેવાંશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા ખાતે વાલ્મીકિ સમાજનો દ્વિતીય સમૂહલગ્ન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ સમારોહમાં કુલ 8 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વાલ્મીકિ સમાજ દ્વારા ઉપસ્થ
સેદ્રાણામાં વાલ્મીકિ સમાજનો દ્વિતીય સમૂહલગ્ન સમારોહ યોજાયો


પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.)દેવાંશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા ખાતે વાલ્મીકિ સમાજનો દ્વિતીય સમૂહલગ્ન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ સમારોહમાં કુલ 8 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વાલ્મીકિ સમાજ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના પ્રતિનિધિઓ ખાસ હાજર રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ધારાસભ્ય દ્વારા આ સામાજિક કાર્ય માટે ₹31,000નું દાન આપવામાં આવ્યું હતું. તેમજ APMC સિદ્ધપુર દ્વારા સમૂહલગ્ન સમિતિને ₹25,000નો ચેક અર્પણ કરી આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે APMCના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર જશુભાઈ પટેલ, સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ ચૌધરી, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દિનેશભાઈ કંબોયા અને તાલુકા ભાજપ મંત્રી કલ્પેશભાઈ પટેલના પિતા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવાંશ ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્થાનિક અગ્રણીઓએ આયોજનને સફળ બનાવવા નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande