પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડા ખાતે અઠવાડિક આશા કાર્યકર રિવ્યૂ મિટિંગ યોજાઈ.
બોટાદ, 22 ફેબ્રુઆરી (હિ.સ.) બોટાદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નાવડા ખાતે અઠવાડિક આશા કાર્યકરોની રિવ્યૂ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી CDHO તથા જિલ્લા સુપરવાઈઝર નાવડિયાભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડા ખાતે અઠવાડિક આશા કાર્યકર રિવ્યૂ મિટિંગ યોજાઈ.


બોટાદ, 22 ફેબ્રુઆરી (હિ.સ.) બોટાદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નાવડા ખાતે અઠવાડિક આશા કાર્યકરોની રિવ્યૂ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી CDHO તથા જિલ્લા સુપરવાઈઝર નાવડિયાભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગનો મુખ્ય હેતુ આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલા વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરીને તેની કામગીરી વધુ અસરકારક બનાવવાનો હતો.મિટિંગ દરમિયાન માતા અને બાળ આરોગ્ય, રસીકરણ કાર્યક્રમ, પોષણ અભિયાન, ક્ષયરોગ નિયંત્રણ કાર્યક્રમ, એનસીડિ , સ્ક્રીનિંગ, પરિવાર નિયોજન અને વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય યોજનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આશા કાર્યકરોને પોતાના વિસ્તારમાં કરેલી કામગીરીનો અહેવાલ રજૂ કરવા જણાવાયું હતું તેમજ તેમને આવનારા દિવસોમાં લક્ષ્યાંકો હાંસલ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આશા કાર્યકરોની કામગીરીની પ્રશંસા કરી હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. સાથે જ, આરોગ્ય સેવાઓમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે સમયસર રિપોર્ટિંગ, ગર્ભવતી માતાઓની નોંધણી, બાળકોના પૂર્ણ રસીકરણ અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો.જિલ્લા સુપરવાઈઝર નાવડિયાભાઈએ કાર્ય દરમિયાન આવતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી અને તેના નિરાકરણ માટે જરૂરી સૂચનો આપ્યા હતા. અંતે તમામ આશા કાર્યકરોને સંકલિત પ્રયાસોથી આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande