ભીમડાદમાં નજીવી બાબતે મહિલા પર મારામારી લાકડી વડે હુમલો, પોલીસ કાર્યવાહી શરૂ..
બોટાદ, 22 ફેબ્રુઆરી (હિ.સ.) બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં નજીવી બાબતે બોલાચાલી બાદ એક મહિલાને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ગામના બાળમંદિર નજીક કચરો સાફ કરવાની બાબતે ઉદ્ભવેલી
મહિલા પર હુમલો


બોટાદ, 22 ફેબ્રુઆરી (હિ.સ.) બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં નજીવી બાબતે બોલાચાલી બાદ એક મહિલાને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ગામના બાળમંદિર નજીક કચરો સાફ કરવાની બાબતે ઉદ્ભવેલી તણાવપૂર્ણ પરિસ્થિતિએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કચરો સાફ કરવા મુદ્દે બે પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. આ દરમિયાન ગાળો બોલવામાં આવતા ઇલાબેન નામની મહિલાએ ગાળો ન બોલવા જણાવ્યું હતું. જેના કારણે આરોપી વધુ ઉશ્કેરાઈ ગયા અને ગુસ્સામાં આવી લાકડી વડે ઇલાબેન પર હુમલો કર્યો હતો. હુમલાના કારણે ઇલાબેનને શરીરે ઇજાઓ પહોંચી હતી અને તેઓને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને તણાવનો માહોલ સર્જાયો હતો.પોલીસે ઇજાગ્રસ્ત મહિલાનું નિવેદન નોંધ્યું છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરી છે.ગામમાં થયેલા આ બનાવને પગલે લોકોમાં ચકચાર મચી ગઈ છે. નજીવી બાબતે હિંસક સ્વરૂપ ધારણ કરનાર આ બનાવે સમાજમાં સહિષ્ણુતા અને સમજદારીની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande