ગિફ્ટ સિટી ખાતે ‘યંગ વોઇસ સમિટ-ધ ફ્યુચર બ્લોક‘ કાર્યક્રમમાં સંવાદ કરતા ભાજપા અધ્યક્ષ નીતિન નવીન
- ઇનોવેશન અને સ્ટાર્ટઅપના માધ્યમથી ગુજરાતના યુવાનો માત્ર રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર દેશના યુવાનોને નેતૃત્વ પૂરું પાડી રહ્યા હોવાનું જણાવતા નીતિન નવીન - ગુજરાતી પહેલા રાષ્ટ્ર સાથે કમિટેડ હોય છે, પછી તેના વ્યવસાય સાથે : નીતિન નવીન - ગુજરાતની સફળતા એ
ગિફ્ટ સિટી ખાતે યંગ વોઇસ સમિટ-ધ ફ્યુચર બ્લોક કાર્યક્રમમાં સંવાદ કરતા ભાજપા અધ્યક્ષ નીતિન નવીન


ગિફ્ટ સિટી ખાતે યંગ વોઇસ સમિટ-ધ ફ્યુચર બ્લોક કાર્યક્રમમાં સંવાદ કરતા ભાજપા અધ્યક્ષ નીતિન નવીન


ગિફ્ટ સિટી ખાતે યંગ વોઇસ સમિટ-ધ ફ્યુચર બ્લોક કાર્યક્રમમાં સંવાદ કરતા ભાજપા અધ્યક્ષ નીતિન નવીન


- ઇનોવેશન અને સ્ટાર્ટઅપના માધ્યમથી ગુજરાતના યુવાનો માત્ર રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર દેશના યુવાનોને નેતૃત્વ પૂરું પાડી રહ્યા હોવાનું જણાવતા નીતિન નવીન

- ગુજરાતી પહેલા રાષ્ટ્ર સાથે કમિટેડ હોય છે, પછી તેના વ્યવસાય સાથે : નીતિન નવીન

- ગુજરાતની સફળતા એ માત્ર સરકારની સફળતા નથી, પરંતુ ગુજરાતીઓના સખત પરિશ્રમ અને ભાગીદારીનું પરિણામ છે : નીતિન નવીન

- GIFT સિટી પ્રોજેક્ટને વિપક્ષી લોકો મજાક ગણાવતા હતા, તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને પ્લાનિંગથી ઇકોનોમિક હબ તરીકે ઉભરી રહ્યો છે : નીતિન નવીન

ગંધીનગર,22 ફેબ્રુઆરી હિ.સ.) ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીની ગિફ્ટ સિટી ખાતે CAIT દ્રારા YE Talks અંતર્ગત આયોજિત ‘યંગ વોઇસ સમિટ-ધ ફ્યુચર બ્લોક‘ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતાં.

યંગ એન્ટરપ્રિન્યોર્સ અને સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને સંબોધિત કરતા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ જણાવ્યું હતું કે, ઇનોવેશન અને સ્ટાર્ટઅપના માધ્યમથી ગુજરાતના યુવાનો માત્ર રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર દેશના યુવાનોને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. રાજ્યના યુવાનો ગુજરાતના વિકાસ સાથે ગુજરાતની વિરાસતને પણ આગળ વધારી રહ્યા છે. આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આપણે 'લોકલ માટે વોકલ' પણ છીએ અને 'ગ્લોબલ' પણ છીએ.

નવીનએ ગુજરાતના ઉદ્યમી માનસની પ્રશંસા કરતા કહ્યું કે, ગુજરાતી પહેલા રાષ્ટ્ર સાથે કમિટેડ હોય છે પછી તેના વ્યવસાય સાથે, અને આ જ ભાવ ગુજરાતને અન્યથી અલગ તારવે છે. ગુજરાતની સફળતા એ માત્ર સરકારની સફળતા નથી, પરંતુ અહીંના લોકોનો સખત પરિશ્રમ અને ભાગીદારીનું પરિણામ છે.

વર્ષ 2012-13ના નિરાશાજનક વાતાવરણમાંથી દેશને બહાર લાવી વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 140 કરોડ દેશવાસીઓને 'એસેટ્સ' માનીને જે આશા અને ઉમ્મીદ અને નવી યોજનાઓ આપી, તેના કારણે આજે દેશમાં સ્ટાર્ટઅપ અને સ્કિલ ઇન્ડિયાની ક્રાંતિ જોવા મળી રહી છે.

ગિફ્ટ સિટી (GIFT City) અને ટેકનોલોજીના વિઝન અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જે પ્રોજેક્ટને વિપક્ષી લોકો મજાક ગણાવતા હતા, તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને પ્લાનિંગથી ઇકોનોમિક હબ તરીકે ઉભરી રહ્યો છે. ટેકનોલોજી રોજગારી ઘટાડતી નથી પરંતુ તેનો યોગ્ય ઉપયોગ રોજગારના નવા વિકલ્પો ઊભા કરે છે તેવું જણાવતા તેમણે ઉમેર્યું કે, અન્ય દેશો સાથે સમજૂતી પણ આપણે આપણું હિત જાળવવાની સુનિશ્ચિતતા સાથે કરીએ છીએ. બજેટમાં દેખાતો વિકસિત ભારતનો રોડમેપ અને આંતરરાષ્ટ્રીય ટ્રેડ ડીલ્સ એ આપણા મજબૂત નેતૃત્વની નિશાની છે.

અંતમાં, નવીનએ યુવા પેઢીને શોર્ટકટથી બચવા અને વિરાસત સાથે વિકાસના મંત્રને આત્મસાત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જે દેશ પોતાની સંસ્કૃતિ પર ગર્વ નથી કરતો તેનું ભવિષ્ય ઉજ્જવળ નથી હોતું. વડાપ્રધાનએ જોયેલા 'વિકસિત ભારત 2047'ના સપનામાં ગુજરાતના યુવા ઉદ્યમીઓ પોતાના પરિશ્રમથી મોટું યોગદાન આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી, સાથે જ રાષ્ટ્રના સન્માનના ભોગે રાજનીતિ કરતી નકારાત્મક શક્તિઓથી સાવધ રહેવા ટકોર કરી હતી.

યુવા સાહસિક ઉદ્યોગપતિઓના કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટીના અધ્યક્ષ પણ “મિલેનિયલ એજ”ના છે, જેથી તેઓ યુવાનોની વાતને સીધી સમજી શકે છે. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર વેપાર સહકાર અને યુવા ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપવા માટે 25 GIDC ને સ્માર્ટ જીઆઇડીસી તરીકે વિકસાવી રહી છે.

India-EU” તેમજ “India-USA” ટ્રેડ ડીલ માત્ર ટ્રેડ ડીલ નહીં પરંતુ વિશ્વમાં ઐતિહાસિક વ્યાપારની તક છે, જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો માટે ઊભી કરી છે. તેમણે કહ્યું કે AI Impact Summit દરમિયાન રાહુલ ગાંધી અને કોંગ્રેસના ગુંડાઓએ દેશનું નામ બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, જેને દેશનો યુવા અને જનતા ક્યારેય માફ નહીં કરે. આ કાર્યકમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande