વડોદરામાં નબીરાએ નશાની હાલતમાં I-20 કાર દોડાવી અકસ્માત,શાકભાજીની લારી ઉડાવી
વડોદરા,22 ફેબ્રુઆરી (હિ.સ.) આજે ફરી વડોદરામાં રક્ષિતકાંડ''ની યાદ અપાવી. શહેરમાં વધુ એક નબીરાએ નશાની હાલતમાં બેફામ સ્પીડે I-20 કાર દોડાવી અકસ્માત સર્જતા પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી છે. વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર નશાની હાલતમાં બેફામ સ્પીડે
વડોદરામાં નબીરાએ નશાની હાલતમાં I-20 કાર દોડાવી અકસ્માત,શાકભાજીની લારી ઉડાવી


વડોદરા,22 ફેબ્રુઆરી (હિ.સ.) આજે ફરી વડોદરામાં રક્ષિતકાંડ'ની યાદ અપાવી. શહેરમાં વધુ એક નબીરાએ નશાની હાલતમાં બેફામ સ્પીડે I-20 કાર દોડાવી અકસ્માત સર્જતા પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી છે.

વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર નશાની હાલતમાં બેફામ સ્પીડે પોતાની કાર દોડાવી એક શાકભાજીની લારીને ઉડાવી હતી. ત્યારબાદ આગળ જતા રસ્તા પર કરાયેલા બેરીકેટમાં ધડાકાભેર ઘૂસાડી દીધી હતી.

નબીરાના બેફામ ડ્રાઈવીંગનો વીડિયો જાગૃત નાગરિક દ્વારા મોબાઈલમાં કેદ કરી લેવામાં આવ્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

શહેરના જાહેર માર્ગ પર બેફામ બનેલા આ કાર ચાલકનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. આ કારચાલક આગળ વધતો રહ્યો અને પાછળ જાગૃત નાગરિકે વીડિયો બનાવવાની સાથે રોકવાનો પ્રયાસ કર્યો હતો છતાં પણ તે રોકાયો ન હતો. આખરે આ નશામાં ધૂત કારચાલક કોર્પોરેશનની કામગીરી ચાલતી હોવાથી બેરીકેટ તોડી ખાડા પર ધડાકાભેર કાર ચડાવી દેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ કારના આગળના ભાગે ભારે નુકસાન થયું છે, સ્થાનિકોએ આ ચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો. આ દરમ્યાન કાર જાણે ફિલ્મમાં શૂટિંગ ચાલતું હોય તેવી રીતે લટકતી હાલતમાં જોવા મળી હતી.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મૂળ ઉત્તરપ્રદેશના નિવાસી અનિલ રામચંદ્ર સોનકર મંદિરની આગળ, સમા વડોદરા,શાકભાજીનો વેપાર કરે છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે રોજની જેમ શાકભાજીની લારી લઈને વેચાણ કરવા નીકળ્યા હતા. શાકભાજી વેચાઈ ગયા બાદ ઘર તરફ પરત ફરી રહ્યા હતા. તેઓ વી.એસ. સાવરકર ઉદ્યાન વાળા રસ્તેથી પસાર થઈ, સી.આઈ.પી.સી.એલ. સર્કલ પાસેથી જલારામ મંદિર જવાના રસ્તા પરથી જઈ રહ્યા હતા.દરમ્યાન કાર ચાલક તરુણ નીલેશસોની નશાની હાલતમાં શાકભાજીની લારી સાથે તેઓને ભયાનક ટક્કર મારી હતી. દરમ્યાન કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનામાં પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande