અમરેલી જિલ્લામાં 25 ફેબ્રુઆરીએ ધારી ITI ખાતે ભવ્ય રોજગાર મેળો યોજાશે
અમરેલી,23 ફેબ્રુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના ઉત્સાહી યુવાનોને ખાનગી ક્ષેત્રે રોજગારીની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવવા માટે આગામી 25 ફેબ્રુઆરીના રોજ ધારી સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર મેળો સવારે
અમરેલી જિલ્લામાં ૨૫ ફેબ્રુઆરીએ ધારી ITI ખાતે ભવ્ય રોજગાર મેળો યોજાશે


અમરેલી,23 ફેબ્રુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના ઉત્સાહી યુવાનોને ખાનગી ક્ષેત્રે રોજગારીની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવવા માટે આગામી 25 ફેબ્રુઆરીના રોજ ધારી સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર મેળો સવારે 11 વાગ્યાથી શરૂ થશે, જેમાં વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ રોજગાર મેળાનો મુખ્ય હેતુ જિલ્લામાં રહેલા બેરોજગાર યુવાનોને તેમની લાયકાત અનુસાર યોગ્ય નોકરી ઉપલબ્ધ કરાવવાનો છે. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ ભાગ લેશે અને ટેકનિકલ તેમજ નોન-ટેકનિકલ બંને પ્રકારની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરશે. ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ તથા 10-12 ૨ પાસ ઉમેદવારો માટે પણ રોજગારીની તક ઉપલબ્ધ રહેશે.

ઉમેદવારોએ પોતાના બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, આધારકાર્ડ તથા પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે સમયસર હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. રોજગાર મેળા દ્વારા સ્થાનિક યુવાનોને પોતાના જિલ્લામાં જ રોજગારી મેળવવાનો સારો અવસર મળશે.

જિલ્લા રોજગાર કચેરી તથા સંબંધિત વિભાગોના સંકલનથી આયોજિત આ રોજગાર મેળો યુવાનોના કારકિર્દી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande