એએમએ દ્રારા પદ્મશ્રી રતિલાલ બોરીસાગરના સન્માન નિમિત્તે સર્જક સંવાદનું આયોજન
અમદાવાદ, 23 ફેબ્રુઆરી (હિ.સ) : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા મેનેજમેન્ટ ફેસ્ટ 2026ના ઉપલક્ષમાં, ગુજરાતી સાહિત્યના જાણીતા હાસ્ય સર્જક રતિલાલ બોરીસાગરને ભારત સરકાર દ્રારા ''પદ્મશ્રી'' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાના ઉપક્રમે એક વિશેષ ''સર્જ
એએમએ દ્રારા પદ્મશ્રી રતિલાલ બોરીસાગરના સન્માન નિમિત્તે સર્જક સંવાદનું આયોજન


અમદાવાદ, 23 ફેબ્રુઆરી (હિ.સ) : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા મેનેજમેન્ટ ફેસ્ટ 2026ના ઉપલક્ષમાં, ગુજરાતી સાહિત્યના જાણીતા હાસ્ય સર્જક રતિલાલ બોરીસાગરને ભારત સરકાર દ્રારા 'પદ્મશ્રી' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાના ઉપક્રમે એક વિશેષ 'સર્જક સંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સર્જક સંવાદમાં રતિલાલ બોરીસાગરના બહુઆયામી વ્યક્તિત્વ અને સાહિત્યિક પ્રદાન પર વિવિધ નિષ્ણાતો દ્રારા પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ અંતર્ગત રતિલાલ બોરીસાગરે પોતાના સાહિત્યિક પ્રવાસના 'ભાવ-પ્રતિભાવ' રજૂ કર્યા હતા.

પ્રાસંગિક ઉદબોધન ડૉ. ભાગ્યેશ જહા દ્રારા કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે તેમના પ્રદાન વિશે મનસુખ સલ્લા, સમાજ કાર્ય વિશે સંજય-તુલા, હાસ્ય કર્મ વિશે ડૉ. ઉર્વીશ કોઠારી અને ભાષા કર્મ વિશે ડૉ. અશ્વિનકુમાર દ્રારા સંબોધન કરવામાં આવ્યું હતું.

આભાર દર્શન એએમએના એક્ઝીક્યુટીવ ડાયરેકટર ઉન્મેશ દિક્ષિત દ્રારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાહિત્ય પ્રેમીઓ અને મેનેજમેન્ટ ક્ષેત્રના મહાનુભાવો જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande