ભાવનગરના રાળગોન ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત: એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
ભાવનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકોના રાળગોન ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આરસીસી રોડ પર એક ફોરવ્હીલર કાર અચાનક લપસી જતાં સામેની દિશામાંથી આવી રહેલી બીજી કાર સાથે તેની જોરદ
બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો


ભાવનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકોના રાળગોન ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આરસીસી રોડ પર એક ફોરવ્હીલર કાર અચાનક લપસી જતાં સામેની દિશામાંથી આવી રહેલી બીજી કાર સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્મતમાં બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાસ્થળે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો હતો. આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વ્યક્તિને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી. પ્રાથમિક જાણકારી મુજબ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય મુસાફરોનો બચાવ થયો હતો.

અકસ્માતનું મુખ્ય કારણ કાર લપસવું હોવાનું અનુમાન છે. તાજેતરમાં રસ્તા પર ધૂળ કે સ્લિપરી પરિસ્થિતિના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ માર્ગ પર વાહનોની અવરજવર વધુ હોવાથી સાવચેતીપૂર્વક વાહન હંકાવવું જરૂરી છેઆ બનાવે ફરી એકવાર માર્ગ સુરક્ષા અંગે સાવચેતી રાખવાની જરૂરિયાતને ઉજાગર કરી છે. વાહનચાલકોએ ઝડપ મર્યાદામાં વાહન હંકાવવું અને ખાસ કરીને આરસીસી રોડ પર સાવધાની રાખવી જરૂરી બની રહે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande