રજીસ્ટ્રેશન વગર માછીમારી કરી રહેલ બે બોટો સામે કાર્યવાહી.
પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદરના વિસાવડા લેન્ડિંગ પોઈન્ટ નજીક દરિયામાં ગેરકાયદે ટોકન વગર માછીમારી કરનાર બે પીલાણા સામે પોલીસે કડક કાર્યવાહી બતાવી છે. મિયાણી મરીન પો.સ્ટે.ના પી.આઈ.એ ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્યો છે. ગુજરાતનો દરિયામાંથી અવાર
રજીસ્ટ્રેશન વગર માછીમારી કરી રહેલ બે બોટો સામે કાર્યવાહી.


પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદરના વિસાવડા લેન્ડિંગ પોઈન્ટ નજીક દરિયામાં ગેરકાયદે ટોકન વગર માછીમારી કરનાર બે પીલાણા સામે પોલીસે કડક કાર્યવાહી બતાવી છે. મિયાણી મરીન પો.સ્ટે.ના પી.આઈ.એ ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્યો છે.

ગુજરાતનો દરિયામાંથી અવાર-નવાર ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો ઝડપાતા રહે છે. ખાસ કરીને પોરબંદરનો દરિયો સંવેદન શીલ રહ્યો છે. ત્યારે આ દરિયાની સુરક્ષા મહત્વપૂર્ણ ગણાય છે. ત્યારે 21 ફેબ્રુઆરીએ મિયાણી મેરિન પો.સ્ટે. ના પી.આઈ. એ બે પીલાણા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે જેમાં જણાવ્યા મુજબ વીસાવાડાના લેન્ડિંગ પોઈન્ટની સામે દરિયામાં બે નોટિકલ માઈલ દૂર ગુજરાતની પ્રાદેશિક જળ સીમાની અંદર પીલાણા ગેરકાયદે રીતે રજીસ્ટ્રેશન કાગળો કે ટોકન વગર માછીમારી કરતા પકડાયા હતા. એક પીલાણામાંથી બોટનો સમાન મળી 1.72 લાખ અને તથા બીજા પીલાણામાંથી બોટનો સમાન મળી 1.71 લાખનો મુદ્દામાલ મળી પીલાણામાં રહેલ તનઝીમ સબિર ગુંદાર તેમજ હાસમ લુચાણી વિરુદ્ધ મિયાણી મેરિનપોલીસ સ્ટેશનમાં મત્સ્યોદ્યોગ અધિનિયમ 2003 ના કાયદાની કલમો હેઠળ ગુનો દાખલ કરી પી.આઈ. પરમારે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande