ગુજરાત વિધાનસભા ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં આજે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના
ગુજરાત વિધાનસભા


વિધાનસભા


ગાંધીનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં આજે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતની મહિલાઓએ પોતાના પુરુષાર્થ અને કૌશલ્ય થકી હસ્તકલા, ખાસ કરીને ભરતકામ જેવા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. આજે ગુજરાતની આ પરંપરાગત કળા સમગ્ર વિશ્વ માટે એક પ્રતિષ્ઠિત 'બ્રાન્ડ' બની ગઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિધાનસભાના પ્રાંગણમાં આ પ્રકારનું આયોજન એ રાજ્યની બહેનો માટે એક નવી આશાનો કિરણ છે.

અધ્યક્ષએ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલને આ સુંદર પહેલ બદલ અભિનંદન પાઠવ્યા અને અનુરોધ કર્યો હતો કે, ધારાસભ્યોના માધ્યમથી આ કળાનો રાજ્યના ખૂણે-ખૂણે પ્રચાર થાય તે દિશામાં સઘન પ્રયાસો કરવામાં સૂચન કર્યું હતું.

અધ્યક્ષ શંકર ચૌધરીએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, આ સ્ટોલ્સ માત્ર વેચાણનું કેન્દ્ર નથી, પરંતુ મહિલા શક્તિના પરિશ્રમ અને સ્વાભિમાનનું પ્રતીક છે. આ પ્રદર્શનમાં પ્રદર્શિત દરેક વસ્તુમાં બહેનોની મહેનત અને આત્મનિર્ભર ભારતના સપનાની ઝાંખી જોવા મળે છે. આપનો નાનો સહયોગ તેમને નવી ઊર્જા પૂરી પાડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ.' દ્વારા આયોજિત આ પ્રદર્શન 23 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 2026 સુધી કાર્યરત રહેશે. વિધાનસભાના પ્રાંગણમાં સવારે 9:30 થી સાંજે 6:30 કલાક દરમિયાન નાગરિકો આ સ્ટોલની મુલાકાત લઈ શકશે. વિધાનસભાના પ્રાંગણમાં મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોના કુલ 10 પ્રદર્શન-સહ-વેચાણ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે.

આ ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભાના સચિવ ચેતન પંડ્યા, મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande