
પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં ક્રિકેટ રમતી વખતે બોલ ટીવીમાં વાગતા મકાનમાલિકે છોકરાને ત્યાં રમવાની ના પડતા બે શખ્સોએ ઉશ્કેરાઈ ભૂંડી ગાળો આપી છરીથી હુમલો કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
દાખલ થયેલી ફરિયાદ મુજબ ફરિયાદી મહેન્દ્ર સોલંકી બપોરના સમયે તેમના ઘરે હાજર હતા ત્યારે તેના ઘર પાસે અમુક છોકરા ક્રિકેટ રમતા હતા ત્યારે બોલ બે-ત્રણ વખત ઘરમાં આવ્યો હતો અને એક વખત બોલ ટીવીમાં લાગ્યો હતો જેથી મહેન્દ્ર સોલંકીએ ક્રિકેટ રમવાની ના પાડી હતી જેથી છોકરા ત્યાંથી જતા રહ્યા હતા પરંતુ થોડીવારમાં હરીશ ચાવડા અને રાજુ હીરાભાઈ નામના બે શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને છોકરાઓને ક્રિકેટ રમવાની ના પાડી હોવાનો રાગદ્વેષ રાખી ભૂંડી ગાળો આપી ફરિયાદી મહેન્દ્ર સોલંકીને ઢીકા પાટુનો માર માર્યો હતો તેમજ હરીશે ફરિયાદી પર છરીથી હુમલો કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya