
અમરેલી,, 23 ફેબ્રુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લ માં આજ રોજ આયોજિત કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ અને તાલીમકારોની ઉપસ્થિતિમાં માર્ગદર્શન અને જાગૃતિનો સફળ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી શૈલેષભાઈ કણઝરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મહિલા સશક્તિકરણ, બાળ સુરક્ષા તથા સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે માસ્ટર ટ્રેનર તરીકે ફિલ્ડ ઓફિસર ભાવેશભાઈ પરવાડીયા, DMC હસમુખભાઈ રાઠોડ, GS-2 (DHEW), તેમજ ICDSના સુપરવાઈઝર અને પૂર્ણા કન્સલ્ટન્ટ પણ હાજર રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓએ વિવિધ યોજનાઓ, પોષણ અભિયાન, બાળ વિકાસ અને મહિલાઓના કલ્યાણ માટે ચાલી રહેલી પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન મેદાની સ્તરે કાર્યરત કર્મચારીઓને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેથી સરકારની યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચે. સાથે જ મહિલાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સંકલિત પ્રયત્નો કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા વિભાગીય સંકલન મજબૂત બનાવી સમાજમાં જાગૃતિ અને સકારાત્મક પરિવર્તન લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai