બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક શરૂ: શરૂઆતમાં જ 5000 મણથી વધુ જથ્થો નોંધાયો.
બોટાદ, 23 ફેબ્રુઆરી (હિ.સ.) બોટાદ જિલ્લામાં ખેતી ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઓળખાતા બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાની આવકની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. સીઝનની શરૂઆતના જ દિવસોમાં આશરે 5000 મણથી વધુ ચણાની આવક નોંધાતાં ખેડૂતો તેમજ વેપારીઓમાં ઉત્સાહનું મા
માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક


બોટાદ, 23 ફેબ્રુઆરી (હિ.સ.) બોટાદ જિલ્લામાં ખેતી ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઓળખાતા બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાની આવકની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. સીઝનની શરૂઆતના જ દિવસોમાં આશરે 5000 મણથી વધુ ચણાની આવક નોંધાતાં ખેડૂતો તેમજ વેપારીઓમાં ઉત્સાહનું માહોલ જોવા મળ્યો હતો.

હાલમાં ચણાના ભાવ પ્રતિ મણ રૂપિયા 1000થી લઈને 1060 સુધી નોંધાઈ રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ ભાવ સંતોષકારક ગણાય છે અને ઉત્પાદન ખર્ચની સરખામણીએ યોગ્ય વળતર મળી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાનની અનિશ્ચિતતા અને ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે ખેડૂતો ચિંતિત રહેતા હતા, પરંતુ આ વર્ષે શરૂઆતના ભાવથી ખેડૂતોમાં આશાવાદી માહોલ સર્જાયો છે.

યાર્ડમાં દરરોજ સવારથી જ ખેડૂતો ટ્રેક્ટર અને અન્ય વાહનોમાં ચણાનો જથ્થો લઈને પહોંચી રહ્યા છે. વેપારીઓ પણ સારા ગુણવત્તાવાળા ચણાની ખરીદી માટે સક્રિય બન્યા છે.

ખેડૂતોનું માનવું છે કે જો આગામી દિવસોમાં પણ ભાવ સ્થિર રહેશે તો તેઓને વધુ ફાયદો મળશે. સાથે સાથે આવકમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે હજુ ઘણા વિસ્તારોમાં પાકની કાપણી ચાલુ છે.આ રીતે ચણાની સારો પ્રારંભ થવાથી સ્થાનિક કૃષિ બજારમાં ચેતનાનો માહોલ સર્જાયો છે અને ખેડૂતોમાં નવી આશા જાગી છે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande