


પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.)રાજકોટમાં યોજાયેલ ઈન્ડિયન કેટલ શો માં પોરબંદરની બાલા હનુમાન ગૌ શાળાના બુલ “ચંદ્રરાજ” નો પ્રથમ નંબર આવ્યો છે બેસ્ટ બુલનો ખિતાબ “ચંદ્રરાજ”ને મળતા ગૌ પાલન ક્ષેત્રે પણ કેતનભાઈ ગજ્જરે પોરબંદરનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાત રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 20, 21 અને 22 ફેબ્રુઆરી રોજ પ્રથમ વખત “ઈન્ડિયન કેટલ શો 2026”નું ભવ્ય આયોજન કરાયું હતુ.
દેશી ગૌવંશના સંરક્ષણ અને ગૌ આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન આપતો આ એશિયાનો સૌથી મોટો ગૌ સંવર્ધન મહોત્સવ બન્યો હતો આ કાર્યક્રમમાં 8000થી વધુ ગૌવંશનું રજિસ્ટ્રેશન થયું હતુ અને 200 શ્રેષ્ઠ ગાયો-નંદીઓ પ્રદર્શન માટે પસંદ માટે આયોજન કરાયુ હતુ.
જેમા ગાયમાં શ્રેષ્ઠ દૂધારું ગાય, શ્રેષ્ઠ ગાય (સુંદરતા), શ્રેષ્ઠ વોડકી (બે દાંત) તેમજ નંદીમા શ્રેષ્ઠ નંદી, શ્રેષ્ઠ વાછરડો (બે દાંત) એમ 5 કેટેગરીમાં સ્પર્ધાનુ આયોજન કરાયુ હતુ. આ સ્પર્ધામાં પોરબંદરની બાલા હનુમાન ગૌ શાળાના બુલ “ચંદ્રરાજ” નો પ્રથમ નંબર આવ્યો છે અને બેસ્ટ બુલનો ખિતાબ એનાયત કરાયો છે કેતનભાઈ ગજ્જર અને ટીમને મંત્રી પરષોત્તમ રૂપાલા સહીતના લોકોએ અભિનંદન પાઠવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya