મહિલાને દહેજ બાબતે હેરાન કરનાર સાસરિયા સામે ફરિયાદ
પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદરના માધવપુર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ તથા પતિના ભાઈ ભાભી વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા હોવાની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના માધવપુર વિસ્તારમાં રહેતી એક પરિણીતાને
મહિલાને દહેજ બાબતે હેરાન કરનાર સાસરિયા સામે ફરિયાદ


પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદરના માધવપુર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ તથા પતિના ભાઈ ભાભી વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા હોવાની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદરના માધવપુર વિસ્તારમાં રહેતી એક પરિણીતાને તેના પતિ ગીરીશભાઈ ખરા, સાસુ દિવાળીબેન ખરા, પતિના ભાઈ કેતનભાઈ અને કેતનભાઈના પત્ની રેખાબેન “તું તારા પિતાજીના ઘરેથી કરિયાવરમાં કઈ લાવી નથી” કહી અવાર-નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત નાની નાની વાતોમાં મેણા-ટોણા મારતા અને અવાર-નવાર ઢીકા પાટુનો માર મારતા હતા અને દહેજની માંગણી કરતા હતા જેથી પરિણીતાએ કંટાળી માધવપુર પોલીસનો સંપર્ક કરતા માધવપુર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ 115(2), 85,352, 54 અને દહેજ પ્રતિબંધિત અધિનિયમ 1961ની કલમ 4 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.પોલીસે આ ફરિયાદ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande