અમરેલી જિલ્લા સહકારી સંઘના ૭૫માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે, જિલ્લા કક્ષાનું સહકારી મહાસંમેલન યોજાયું
અમરેલી,23 ફેબ્રુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લા સહકારી સંઘના ૭૪ વર્ષ પૂર્ણ થતા ૭૫મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે “સહકાર થી સમૃદ્ધિ” થીમ હેઠળ જિલ્લા કક્ષાનું ભવ્ય સહકારી મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના આગેવાનો, વિવિધ સહકા
અમરેલી જિલ્લા સહકારી સંઘના ૭૫માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે જિલ્લા કક્ષાનું સહકારી મહાસંમેલન યોજાયું


અમરેલી,23 ફેબ્રુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લા સહકારી સંઘના ૭૪ વર્ષ પૂર્ણ થતા ૭૫મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે “સહકાર થી સમૃદ્ધિ” થીમ હેઠળ જિલ્લા કક્ષાનું ભવ્ય સહકારી મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના આગેવાનો, વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં સહકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સહકારી આંદોલનની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સહકાર એ ગ્રામ વિકાસ, કૃષિ પ્રગતિ અને આર્થિક સશક્તિકરણનું મજબૂત સાધન છે અને સહકારી સંસ્થાઓ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

મહાસંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં સહકારી ચળવળના ૭૪ વર્ષના ગૌરવશાળી સફરની નોંધ લીધી અને ભાવિ સમયમાં સહકાર દ્વારા જિલ્લાની સર્વાંગી પ્રગતિ માટે સંકલ્પ વ્યક્ત કર્યો. કાર્યક્રમ દરમિયાન સહકારી સંસ્થાઓની સિદ્ધિઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ આયોજન દ્વારા સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવી જિલ્લાને સમૃદ્ધિ તરફ આગળ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande