સુરતના ઉધનામાં જુના ઝઘડાની અદાવતમાં પૂર્વ મિત્ર દ્વારા જીવલેણ હુમલો
સુરત, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : ઉધના વિસ્તારમાં આવેલ આશા નગર સોસાયટીમાં રહેતા ઈરફાન અલીમુદ્દીન શેખ છૂટક મજૂરી કામગીરી પરિવારનો ગુજરાન ચલાવે છે. અગાઉ ઉધના આશા નગર ખાતે બાલાજી સ્ટેશનની ઉપર રહેતા જૈમીન પંસાલ સાથે તેમને મિત્રતા હતી. જો કે બંને વચ્ચે ઝઘડો
મિત્ર દ્વારા જીવલેણ હુમલો


સુરત, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : ઉધના વિસ્તારમાં આવેલ આશા નગર સોસાયટીમાં રહેતા ઈરફાન અલીમુદ્દીન શેખ છૂટક મજૂરી કામગીરી પરિવારનો ગુજરાન ચલાવે છે. અગાઉ ઉધના આશા નગર ખાતે બાલાજી સ્ટેશનની ઉપર રહેતા જૈમીન પંસાલ સાથે તેમને મિત્રતા હતી. જો કે બંને વચ્ચે ઝઘડો થયા બાદ મિત્રતા પૂર્ણ થઈ ગઈ હતી. આ દરમિયાન 21/2/2026 ના રોજ રાત્રે 10:30 વાગ્યાના અરસામાં ઇરફાન શેખ સૈયદપુરા ખાતેથી અનાજ લઈ પોતાની એકટીવા બાઈક લઈને ઘરે જવા માટે નીકળ્યો હતો. ઈરફાન ઉધનામાં ધર્મયુગ સોસાયટીના ગેટ પાસે પહોંચતા પેશાબ કરવા માટે ઉભો રહ્યો હતો. આ સમયે તેમનો મિત્ર જૈમિન પંચોલી ત્યાં આવી ગયો હતો અને જુના ઝઘડાની અદાવત રાખીને પોતાની પાસેનું ચપ્પુ કાઢી ઇરફાનને કમર તથા ડાબા પગ ઉપર તથા સાથળના ભાગે અને જમણા હાથે ઉપરાં છાપરી ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી ઈરફાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જૈમિન પંચોલી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande