જંબુસરમાં ઉભેલી ટ્રકમાં આકસ્મિક ભયાનક આગ લાગી
-આકસ્મિક આગ લાગતા નજીક ઉભેલા બે વ્યક્તિઓ દાઝ્યા હતા -આગ ઠારવા લોકોએ કરી મથામણ પરંતુ નિરર્થક જ્યારે ફાયર બ્રિગેડે આગ ઓલવી +આગ લાગવાનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે ભરૂચ 23 ફેબ્રુઆરી ( હિ સ ) જંબુસરના મોહમ્મદી કોમ્પ્લેક્સ અને અલહમુદ હોસ્પિટ
જંબુસરમાં ઉભેલી ટ્રકમાં આકસ્મિક ભયાનક આગ લાગી


જંબુસરમાં ઉભેલી ટ્રકમાં આકસ્મિક ભયાનક આગ લાગી


જંબુસરમાં ઉભેલી ટ્રકમાં આકસ્મિક ભયાનક આગ લાગી


જંબુસરમાં ઉભેલી ટ્રકમાં આકસ્મિક ભયાનક આગ લાગી


જંબુસરમાં ઉભેલી ટ્રકમાં આકસ્મિક ભયાનક આગ લાગી


-આકસ્મિક આગ લાગતા નજીક ઉભેલા બે વ્યક્તિઓ દાઝ્યા હતા

-આગ ઠારવા લોકોએ કરી મથામણ પરંતુ નિરર્થક જ્યારે ફાયર બ્રિગેડે આગ ઓલવી

+આગ લાગવાનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે

ભરૂચ 23 ફેબ્રુઆરી ( હિ સ ) જંબુસરના મોહમ્મદી કોમ્પ્લેક્સ અને અલહમુદ હોસ્પિટલ પાસે આજે એક ઉભેલી ટ્રકમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બપોરના સમયે ગીચ વિસ્તારમાં પાર્ક કરેલી ટ્રકમાં એકાએક આગ લાગી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી ટ્રક આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. આસપાસ પાર્ક કરેલા અન્ય વાહનોને આગની ઝપેટમાં આવતા બચાવવા માટે સ્થાનિકોએ તાત્કાલિક ખસેડી લીધા હતા, જેના કારણે મોટી હોનારત ટળી હતી.

આગ લાગતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હાથમાં જે આવ્યું તેનાથી આગ ઠારવાના પ્રયાસો કર્યા હતા. જોકે, આગ અત્યંત વિકરાળ હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ભરચક વિસ્તારમાં લાગેલી આ આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા આગ લાગવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande