
સુરત, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈ બાદ અંતે હાઈકોર્ટે તપાસના આદેશ આપતા સુરત ઇકો સેલે આ મામલે સક્રિયતા દાખવી છે. મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં પીપલોદ વિસ્તારમાં ઝીંઝર હોટલની સામે ફોર સીઝન એપાર્ટ.માં રહેતા પ્રવિણ દેવકીનંદન અગ્રવાલની ફરિયાદને આધારે આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વસંતભાઇ હરીભાઇ ગજેરા (રહે.ઘર નં.1, વૃષાલનગર સોસાયટી, જુના કતારગામ પોલીસ સ્ટેશનની સામે,કતારગામ), ચુનીભાઇ હરીભાઇ ગજેરા (રહે.67 આદર્શ સોસાયટી,અઠવાલાઇન્સ), અશોકભાઇ હરીભાઇ ગજેરા (રહે.31, કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટ,27,જી.બી.ખેર રોડ,મુંબઇ), રાકેશભાઇ ગીરધરલાલ ગજેરા (રહે.બી-20 આહુઝા ટાવર,આપા સાહેબ મરાઠે માર્ગ,રાજા ભાઉ દેસાઇ માર્ગ પ્રભાદેવી,મહારાષ્ટ્ર તથા ફ્લેટ એ,8/એફ,ટાવર 4,8 લગુના વેરડે એવન્યુ,લગુના વેરડે,ધ ગ્રીનવુડ હોંગહોમ,કાઉલુન,હોંગકોંગ), બકુલભાઇ હરીભાઇ ગજેરા (રહે.ઘર નં.1, વૃષાલનગર સોસાયટી, જુના કતારગામ પોલીસ સ્ટેશનની સામે,કતારગામ), હિતેષભાઇ રમેશભાઇ પરદેશી (રહે.એ/404,મંગલમુર્તિ એપાર્ટમેન્ટ,છરવાડા રોડ,વાપી જી.વલસાડ), n CODE SOLUTIONS નામની કંપનીના સુરત મુકામેના ડીલર ગૌતમ પ્રજાપતિ. કંપનીના જે તે વખતના સી.એસ. તથા ગેરકાયદેસરના લાભો મેળવતાં કંપનીના અન્ય શેર હોલ્ડરો અને ગજેરા પરીવારના સભ્યો, રીન્યુનસીએશન ફોર્મ ઉપર અન્ય શેર હોલ્ડરોને ઓફર કરેલા શેર રાકેશ ગજેરા ને આપવામાં વાંધો નથી તેવુ કહેનાર તમામ શેર હોલ્ડર સામે પોલીસે રૂપિયા 1928 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવતાની સાથે જ તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે