
ગીર સોમનાથ 23 ફેબ્રુઆરી (હિ.સ.)
પ્રાચી તીર્થ...પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા 119 મો વિનામૂલ્યે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ,જનરલ ચેકઅપ કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો આ કેમ્પના દાતા બીપીન ભાઈ જાની ચ્યવનઋષિ આશ્રમ સુત્રાપાડા તથા કરસનદાસ બાપુ ઉપવાસી મહંત પાધેશ્વરી આશ્રમ મટાણા તથા રણછોડદાસ બાપુ આંખ ની હોસ્પિટલના ડો. જાની તથા ડો. રોહિતભાઈ પટેલ પ્રાચી તથા ડો.પાલાભાઈ સોલંકી વડનગર તથા દાંત ના ડો.રાજાણી તાલાળા તથા પ્રાચી માધવ ગોપી મંડળના બહેનો સહિતના અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિવારજનો ના કર કમલો દ્વારા દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવાર ના કાર્યકર્તા પત્રકાર જાદવભાઇ ચુડાસમા એ કેમ્પને ઉદ્બબોધન કરીને તથા ડો.પાલાભાઈ આજની સમસ્યા આપણો પરિવાર ની વાતો કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આતકે સૌના માટે વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજજવળ ભવિષ્ય માટે 11 ગાયત્રી મહામંત્ર, તેમજ પાંચ મહામૃત્યુંજય મંત્રના સામુહિક જાપ કરવામાં આવેલ હતા તથા દરેક દર્દીઓને ગાયત્રી ચાલીસા ભેટ આપવામાં આવી શતાબ્દી વર્ષ નિમિત્તે તેમજ પૂજ્ય ગુરુદેવના સાહિત્ય અને દરેક દર્દીઓને ગાયત્રી ચાલીસા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમુર્તિ તપોનિષ્ઠ પંડિત રામ શર્મા આચાર્યજીના જીવન નો સંદેશ પાઠવેલ લોકોને હૃદય ગંમ કરવા આહવાન કરેલ હતું
કેમ્પના દાતા બીપીનભાઈ જાની સુત્રાપાડા તથા તેમના પરિવારનુ સન્માન પરમ પૂજ્ય ગુરુદેવ ના દેવસ્થાપન ફોટો તથા ગુરુદેવ લિખિત સત સાહિત્ય ઉપવાસી કરસનદાસ બાપુ દ્વારા મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવેલ હતુ આ કેમ્પમાં રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલનાડો. જાનીસાહેબએ કુલ 240 દર્દીઓને તપાસી જેમાં થી 73 દર્દીઓ ને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા તથા જનરલ ચેકઅપ કેમ્પમાં ડો. રોહિતભાઈ પટેલ સાવલિયા સાહેબ પ્રાચી એ 70 થી વધુ દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી તથા ડાયાબિટીસના દર્દીઓને વિનામૂલ્યે રિપોર્ટ પણ કરી આપેલ હતા તથા હાર્ડવૈદ હમીરભાઇ પ્રાચીએ 20 જડીબુટ્ટી યુક્ત પ્રખર માલિશ તેલ દ્વારા 40 દર્દીને હાથ પગ સાંધા ના દુખાવા ના મસાજ કરેલ તથા દાતા તરફ થી સૌના માટે ચા - પાણી તથા સુંદર ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાંઆવી હતી આ કેમ્પ ને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી ( બોસન ) તથા નાથાભાઇ સોલંકી ( થરેલી રાહુલભાઈ રાઠોડ તથા પપ્પુભાઈ તથા જેઠાભાઈ રાઠોડ બોસન તથા વજુભાઈ ગોહિલ તથા નર્સિંગભાઈ વાઢેર છગિયા , નારણભાઈ વાળા પાદરુકા તથા સોનીબેન ગોરખમઢી, પ્રજ્ઞાબેન ચુડાસમા, વિશ્વેશ્વરી બેન ચુડાસમા શોભનાબેન તથા મુકેશભાઈ વાજા,પ્રાચી પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિના સેવાભાવી ભાઇ બહેનો દ્વારા ખુબ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો....
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ