
ગીર સોમનાથ, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : સમસ્ત કોળી સમાજ વેલનાથ સમિતિ દ્વારા પાંચમા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નવદંપતીઓ એ પ્રભુતામાં પગલા માંડ્યા. આ અવસર પર આમંત્રિત મહેમાન જુનાગઢ જીલ્લા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોર કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ એન વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુ કુહાડા, વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ મેસવાણિયા, પૂર્વ પ્રમુખ દેવાભાઈ ધારેચા, કરવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, સહીત ના અન્ય આમંત્રિત મહેમાનો નુ સમસ્ત કોળી સમાજ વેલનાથ સમિતિ ના પ્રમુખ દીપકભાઈ ગઢીયા, ઉપપ્રમુખ તેમજ કોળી સમાજના પટેલ ભીખુભાઈ વાયલુ, મંત્રી અજયભાઈ ધારેચા, ખજાનચી મનીષભાઈ વાયલું, સેક્રેટરી સંજયભાઈ જેઠવા, મહામંત્રી રાજુભાઈ બારીયા, ગીરીશભાઈ ગાવડીયા, તથા તમામ સભ્ય દ્વારા ઢોલ શરણાઈ સાથે ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ