તાલાલા તાલુકાના જાવંત્રી ગામની સીમમાં થયેલ મર્ડરના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ગીર સોમનાથ જીલ્લા પોલીસ
ગીર સોમનાથ, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : ફરીયાદી કાસમભાઇ રમઝાનભાઇ બાદરાણી રહે.જાવંત્રી તા.તાલાલા જી.ગીરસોમનાથ વાળાએ પોતાની વારસાઇ ખેતીની જમીન લીમધ્રા ગામની સર્વે નં.૧૧૪ ની સાડા ચોપન વિઘા આવેલ જે જમીનમાં આ કામના આરોપી મહમદહુશેન કાસમભાઇ મોરી તથા તેમના પરી
તાલાલા તાલુકાના જાવંત્રી ગામની સીમમાં થયેલ  મર્ડર


ગીર સોમનાથ, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : ફરીયાદી કાસમભાઇ રમઝાનભાઇ બાદરાણી રહે.જાવંત્રી તા.તાલાલા જી.ગીરસોમનાથ વાળાએ પોતાની વારસાઇ ખેતીની જમીન લીમધ્રા ગામની સર્વે નં.૧૧૪ ની સાડા ચોપન વિઘા આવેલ જે જમીનમાં આ કામના આરોપી મહમદહુશેન કાસમભાઇ મોરી તથા તેમના પરીવારે ગે.કા.કબજો કરી લીધેલ હોય જે બાબતે ફરીયાદીએ અગાઉ નામદાર કોર્ટમા દાવો દાખલ કરેલ અને આ કામના ફરીયાદી આ દાવાનો કેસ જીતી જતા નામદાર કોર્ટના હુકમ મુજબ આ જમીનનો કબજો તા.૧૯/૦૨/૨૦૨૬ ના રોજ ફરીયાદીએ સંભાળી લઈ ફરીયાદી તથા તેમના પરીવારના સભ્યો આ જમીનમા આવેલ મકાનમાં રહેવા લાગેલ હતા. જે બાબતનુ આ કામના આરોપીઓને મનદુખ હોય અને આ કામના આરોપીઓને આ જમીનનો કબ્જો ફરીવાર કરવો હોય જેથી ફરીયાદી પાસેથી કબ્જો છોડાવવા માટે એક સંપ કરી હથીયાર જામગરી બંદુક તથા પેટ્રોલ ભરેલ કાચના શીશાઓ લઇ ફરી.ની જમીનના મકાને આવી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી. હવામા જામગરી બંદુકથી ફાયરીંગ કરી ફરી.ને તથા તેના પરીવારના સભ્યોને મારી નાખવાના ઇરાદે પેટ્રોલ ભરેલ કાચના શીશાઓની વાટો સળગાવી સળગતા શીશા મકાન ઉપર ફેકી આગ લગાડી જેમાં સાહેદ હુશેનાબેન શરીરે ગંભીર રીતે દાઝી જતા જીવલેણ ઇજા કરી મુત્યુ નીપજાવી તેમજ અન્ય સાહેદોને આગથી નાની મોટી ઇજાઓ કરી તેમજ ફરી.નુ મકાનમાં રહેલ સર સામાન તથા ડોક્યુમેન્ટ આગથી સળગાવી નુકશાની કરી જીલ્લા મેજી.સા. ગીર સોમનાથના હથીવાર ખંધી જાહેર નામાનો ભંગ કરી ગુણે રજીસ્ટર થયેલ.

જેથી જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષતથા નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગ વેરાવળ નાઓ દ્વારા સદર ગુન્હામા સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડી પાડવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને

ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક ની સુચના તેમજ માર્ગદર્શન મુજબ એલ.સી.બી.શાખાના પોલીસ ઇન્સપેકટર એસ.વી. રાજપુત તથા પો.સબ.ઇન્સ એ.સી.સિંધવ તથા એસ.ઓ.જી.શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.એમ.કાગડા તથા તાલાલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.બી.ગોહિલ નાઓએ આ ગુન્હામા સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી તથા ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીઓની ભાળ મેળવી આ આરોપીઓને પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે ઘોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.

આરોપીઓ :-

(૧) તોહીત મહમદહુસેન મોરી રહે.જાવંત્રી તા.તાલાલા હાલ રહે.જુનાગઢ કસ્તુરબાગ

(૨) તાહીર મહમદહુસેન મોરી ઉવ.૨૨ મુળ રહે.જાવંત્રી તા.તાલાલા હાલ રહે,જુનાગઢ કસ્તુરબાગ

(3) તાજીમ મહમદહુસેન મોરી ઉવ.૨૦ મુળ રહે.જાવંત્રી તા.તાલાલા હાલ રહે,જુનાગઢ કસ્તુરબાગ

(૪) અસ્પાકભાઇ અદ્રેમાનભાઈ લોબી ઉવ.૨૬ મુળ રહે,જાંબુર તા.તાલાલા હાલ રહે,જુનાગઢ દોલતપરા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande