ગાંધીનગરના વાવોલ ઉત્તર ખાતે ભવ્ય વિરાટ હિન્દુ સંમેલન યોજાયું
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : ગાંધીનગરના વાવોલ ઉત્તર વિસ્તારમાં રવિવારે ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વાવોલ ઉત્તર વિસ્તારની અંદાજે 40 જેટલી સોસાયટીઓની બહેનોએ ઉત્સાહપૂર્વક કળશ યાત્રામાં ભાગ લીધો હતો. કળશ યાત્ર
હિન્દુ સંમેલન


હિન્દુ સંમેલન


ગાંધીનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : ગાંધીનગરના વાવોલ ઉત્તર વિસ્તારમાં રવિવારે ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વાવોલ ઉત્તર વિસ્તારની અંદાજે 40 જેટલી સોસાયટીઓની બહેનોએ ઉત્સાહપૂર્વક કળશ યાત્રામાં ભાગ લીધો હતો. કળશ યાત્રા કેશવપાર્કથી ભવ્ય રીતે પ્રસ્થાન કરીને સિદ્ધાર્થ પાર્ટી પ્લોટ સુધી પહોંચી હતી, જેમાં આશરે 400 જેટલા ભાઈઓ અને બહેનોએ શ્રદ્ધા અને ઉમંગ સાથે સહભાગિતા નોંધાવી હતી.

કળશ યાત્રા સિદ્ધાર્થ પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યા બાદ વિરાટ હિન્દુ સંમેલન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસાના પાઠ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ હિન્દુ નારી શક્તિ દેગામ ગ્રુપ દ્વારા તલવારબાજીનું શૌર્યપ્રદર્શન રજૂ કરવામાં આવ્યું, જેને ઉપસ્થિતોએ ભારે વખાણ આપ્યા હતા. ઉપરાંત સોસાયટીની બાળાઓ દ્વારા રજૂ કરાયેલા સુંદર નૃત્યે કાર્યક્રમમાં સૌનું મન મોહી લીધું હતું.

આ શુભ અવસરે કોલવડા હનુમાન મંદિરના મહંત બાલયોગી અવધેશ મહારાજ, ઇતિહાસવિદ પ્રો. જનકભાઈ ગઠવી, ગાર્ગીબેન તથા સંઘના અધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ ઉપસ્થિત શ્રોતાગણને સંબોધિત કરી સમાજ એકતા અને સાંસ્કૃતિક મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

બાલયોગી અવધેશજી મહારાજે હિંદુત્વ વિષય પર ઉર્જાસભર અને પ્રેરણાદાયક પ્રવચન આપતાં સમગ્ર વાતાવરણને ઉત્સાહિત બનાવી દીધું હતું.

આ વિશાળ હિન્દુ સંમેલનમાં અંદાજે 1250 જેટલા હિન્દુ ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. અંતે સર્વે ઉપસ્થિતોએ ભોજન પ્રસાદીનો લાભ લઈ કાર્યક્રમને સફળતા પૂર્વક પૂર્ણ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande