સિહોર તાલુકામાં રૂ. 10.92 કરોડનો ગાંજો-અફીણનો જથ્થો ઝડપાયો.
ભાવનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) ભાવનગર જિલ્લાના સિહોર તાલુકોમાં પોલીસ દ્વારા માદક પદાર્થોના ગેરકાયદેસર વાવેતર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિહોર તાલુકાના સખવદર તથા સર ગામની વાડીના સીમાડે મરબીવાળું ઠોળાવાળી તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાંથી અ
ગાંજો


આરોપી


ભાવનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) ભાવનગર જિલ્લાના સિહોર તાલુકોમાં પોલીસ દ્વારા માદક પદાર્થોના ગેરકાયદેસર વાવેતર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિહોર તાલુકાના સખવદર તથા સર ગામની વાડીના સીમાડે મરબીવાળું ઠોળાવાળી તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાંથી અંદાજે રૂપિયા 10,92,85,300 જેટલા કિંમતનો અફીણ અને ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ડી. જાડેજા અને તેમની ટીમે વહેલી સવારે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સર ગામની સીમમાં આવેલ ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા સ્થળ પર જ જઈ વિશાળ જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સખવદર ગામે રહેતા સંજય ઉર્ફે મનુ ઉર્ફે સંગા ચૌહાણ અને બોઘા રૂપા ચૌહાણ નામના બે ભાઈઓએ પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. બંને આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.પોલીસે ગાંજાના છોડ, તૈયાર માલ તેમજ અન્ય સંબંધિત સામગ્રી કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે વધુ કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande