મુંદરાના કારાધોધા ગામે, શ્રી કારાધોધા જૈન પરિવાર દ્વારા સફાઈ અભિયાન અને પક્ષીઓ માટે ચબુતરાનું ભુમિપુજન
કચ્છ, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : મુંદરા તાલુકાના કારાધોધા ગામે અનશનવ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદભાઈ જગશીભાઈ છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઇ છેડા અને એક સદગૃહસ્થ પરિવાર (શ્રી કારાધોધા જૈન પરિવાર) ના ઉદાર દાન થી ઝેરી બાવળ, પાણીના નાળાની સફાઈ અભિયાન અને
સન્માન


ભૂમિપૂજન


કચ્છ, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : મુંદરા તાલુકાના કારાધોધા ગામે અનશનવ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદભાઈ જગશીભાઈ છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઇ છેડા અને એક સદગૃહસ્થ પરિવાર (શ્રી કારાધોધા જૈન પરિવાર) ના ઉદાર દાન થી ઝેરી બાવળ, પાણીના નાળાની સફાઈ અભિયાન અને પક્ષીઓ માટે ચબુતરાનું ભુમિપુજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સફાઈ અભિયાનની શરૂઆત દાતા પરિવારના સભ્ય અને ક.વી.ઓ.જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંધ કચ્છ ભુજના પ્રમુખ જીગર તારાચંદભાઇ છેડાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. જયારે ચબુતરાનું ભુમીપુજન દાતા સ્વ.જયોત્સનાબા હરેન્દ્રસિંહ જાડેજાની પુણ્ય સ્મૃતિ માં હસ્તે કનુભા આમરજી સમા પરિવાર દ્વારા કરવામાં આવ્યું.

આ પ્રસંગે મુંદરા તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા, કારાધોધા ગામના સરપંચ મુકેશભાઈ શેઠીયા અને ગામના સામાજિક તથા રાજકીય આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande