
જૂનાગઢ, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : જૂનાગઢ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. મોટા પ્રમાણમાં માછીમારી માટે બોટો દરિયામાં જાય છે. બોટ/વહાણ સાથે જતા લોકોની સલામતી-સુરક્ષા માટે તકેદારીના પગલા સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ.બારડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ જૂનાગઢ જિલ્લાના વહાણ/બોટ માલિકોને જ્યારે પોતાનું વહાણ/બોટ માછીમારી માટે દરિયામાં જાય તેમજ વાતાવરણીય કારણોસર, ચાંચિયાઓ દ્વારા અપહરણ થવાના કારણ કે કોઈ અન્ય પણ કારણોસર વહાંણ/બોટ ગુમ થાય કે સંપર્ક નિશ્ચિત સમયગાળા બાદ ન થતો હોય તો તે બાબતની જાણ પત્રકની વિગતો સહિતની સંબંધિત તમામ સરકારી એજન્સીઓ ન જાણ કરવી ફરજીયાત છે.
જેમાં પ્રથમ વહાણ/બોટનું નામ તથા નંબર, બીજામાં વહાણ/ બોટ માલિકનું નામ તથા સરનામું તથા સંપર્ક નંબર, ત્રણમાં વહાણ/બોટમાં રવાના થયેલ ખલાસીઓના નામ તથા સરનામાની વિગત, પાંચમા વહાણ/બોટ રવાના થયાની તારીખ, સમય તથા સ્થળ, છઠ્ઠામાં વહાણ બોટ પરત આવવાની સંભવિત તારીખ, અન્ય જરૂરી વિગતો સાથે જાણ કરવાની રહેશે.
આ જાહેરનામાનો હુકમ તાત્કાલિક અસરથી તા.22/04/2026 સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ BNS, 2023ની કલમ-223 મુજબ શિક્ષા ને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ