
ગીર સોમનાથ, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : કોડીનાર નગરમાં ગાયત્રી વસ્તી ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાઈ ગયું. જેમાં અધ્યક્ષ સ્થાને બાલુભાઇ જાદવ, તેમજ મુખ્ય અતિથિ વિશેષ તરીકે કરશનદાસ બાપુ ઉપવાસી તેમજ બિલેશ્વર મહાદેવ મંદિર મહારાજ અને પૂજારી ઉદયબાપુ મંદિર ભાવેશબાપુ બિલેશ્વર મહાદેવ મંદિર મહારાજ હાજર રહ્યા હતા. વક્તા તરીકે નરશીભાઈ (વાનપ્રસ્થ વિસ્તારક) ઉપસ્થિતિ રહ્યા હતા તેમજ દીપકભાઈ ગોહિલ અને અલ્પેશભાઈ ડોડીયા દ્વારા કાર્યક્રમનું હિન્દુ શક્તિના ઉદઘોષ અને આહવાન સાથે શક્તિ અને ભક્તિ રસથી ભરપૂર સંચાલન કર્યું હતું. તો ડૉ. ભગવાનભાઈ પરમાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું તેમજ આ સાથે હિન્દુ સંમેલન સમિતિ દ્વારા ગાયત્રી મંદિર હોલ ખાતે સનાતન સંસ્કૃતિ અનુસાર વ્યસ્થા કરવામાં આવી હતી. જેમાં સમગ્ર વિસ્તારના લોકો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા અને ઉલ્લેખનીય છે કે હિન્દુ સમાજનો પ્રબુદ્ધ વર્ગ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.
હિન્દુ સંમેલન કાર્યક્રમ અંતર્ગત ડૉ . બી.ડી.પરમાર સાહેબના દીકરી દ્વારા ભરત નાટયમ પ્રસ્તુત કરી કૃષ્ણન બેન દ્વારા સમગ્ર કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને રાષ્ટ્રીય સેવિકા સમિતિના પ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ સાથે ડૉ. ભગવાનભાઈ પરમાર દ્વારા સંગઠિત હિંદુ સમાજ, સંઘ શતાબ્દી વર્ષ વિશેના ઉદબોધનો પણ ગોઠવવામાં આવેલા. કાર્યક્રમના અધ્યક્ષ બાલુભાઈ જાદવએ પોતાની હળવી શૈલીમાં સંગઠનની શક્તિ અને હિન્દુ જાગરણ વિશે વાત કરી હતી. આ સાથે ભરતનાટયમ પ્રસ્તુત કરનાર દીકરીનું સન્માન ભારતમાતાની પ્રતિમા આપીને કરવામાં આવ્યું હતું. સૌ હિન્દુ સંમેલન સમિતિ તથા હિન્દુ સમાજ દ્વારા ભારતમાતાની આરતી કરવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં હિન્દુ શક્તિનો પરિચય થયો હતો. કાર્યક્રમ ખુબ સફળ રહ્યો. કોડીનાર નગરમાં પ્રથમ હિન્દુ સંમેલન ગાયત્રી વસ્તીમાં પ્રબુદ્ધ વર્ગ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ