
ભાવનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) ભાવનગર જિલ્લામાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે.આ અનેક મંદિરો, આશ્રમો અને પૌરાણિક સ્થળો અને ધાર્મિક સ્થળો સાથે લાખો લોકોની આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા જોડાયેલી છે. વર્ષભર ભક્તો આ પવિત્ર સ્થાનોની મુલાકાત લઈ આધ્યાત્મિક શાંતિ અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે.ભાવનગર જિલ્લામાં અનેક સંતો અને મહાત્માઓના આશ્રમો પણ આવેલા છે, જ્યાં નિયમિત સત્સંગ, ભજન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ યોજાય છે. આ ઉપરાંત કેટલાક આશ્રમો દ્વારા ભક્તિની સાથે સાથે અનેક પ્રકારની સેવાની કામગીરીઓ પણ કરવામાં આવતી હોય છે.
ભાવનગર જિલ્લાના જેસર થી સાવરકુંડલા રોડ પર શ્રી લટુરિયા હનુમાનજી આશ્રમ આવેલું છે આ આશ્રમમાં હનુમાનજીનું મંદિર આવેલું છે જેની સ્થાપના જમનાદાસ બાપુ દ્વારા કરવામાં આવી છે હાલ અહીંયા રોજના માટે અનેક લોકો પોતાનિ આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધા લઈને દર્શન કરવા માટે આવતા હોય છે અનેક લોકોની મનોકામના પણ પૂર્ણ થતી હોય છે કુદરતી સૌંદર્ય વચ્ચે રોડ ઉપર આ આશ્રમ આવેલો છે આશ્રમમાં ભજન ભોજન કીર્તનની સાથે સાથે આરોગ્ય લક્ષી પણ સેવાની કામગીરીઓ કરવામાં આવી રહી છે.
અહીંના મહંત જસુબાપુએ જણાવ્યું છે જેસર અને સાવરકુંડલા રોડ વચ્ચે લટુરિયા હનુમાનજી આશ્રમ આવેલું છે આ આશ્રમમાં મારા ગુરુ જમનાદાસ બાપુએ હનુમાનજીની સ્થાપના કરી હતી. આ આશ્રમમાં ભજન,ભોજન અને સત્સંગ થઈ રહ્યા છે આ હનુમાનજી અનેક લોકોની મનોકામના પૂર્ણ કરે છે અહીંયા અનેક લોકોનો વિશ્વાસ અને આસ્થા જોડાયેલી છે ભક્તિની સાથે સાથે અહીંયા આરોગ્ય ક્ષેત્રે પણ અનેક સેવાઓ કરવામાં આવી રહી છે જેથી અનેક લોકો અહીંયા દર્શન કરવા માટે રોજબરોજ આવતા હોય છે.
આ અંગે અહીંયા સેવા આપતા પરેશ જાનીએ જણાવ્યું કે આ લટુરિયા હનુમાનજી આશ્રમ જેસર અને સાવરકુંડલા ની વચ્ચે હિપાવલી ગામે આવેલું છે. આ લટુડીયા હનુમાનજીની સ્થાપના જમનાદાસ બાપુએ કરી હતી અંદાજિત 30 થી 35 વર્ષ પહેલાં આ સ્થાપના કરવામાં આવી હતી. અહીંયા હાલ મહંત તરીકે જશુ બાપુ સેવા આપી રહ્યા છે. આ હનુમાનજી ખૂબ જ મનોકામના પૂર્ણ કરનાર છે અહીંયા અનેક લોકોની શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા જોડાયેલી છે રોજના માટે અનેક દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે અહીં આ ભક્તિની સાથે સાથે આરોગ્ય માટે પણ અનેક સેવાઓ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT