રંગોત્સવ રાષ્ટ્રીય કક્ષાની ચિત્રકલા સ્પર્ધામાં ગાંધીનગરની હિયા પટેલે સુવર્ણ પદક મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું
મહેસાણા, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : ગાંધીનગર ખાતે નિવાસ કરતી અને મૂળ મહેસાણા જિલ્લાના અબાસણા ગામની 6 વર્ષીય હિયા પિયુષકુમાર પટેલે રંગોત્સવ સેલિબ્રેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી સુવર્ણ પદક હાંસલ કર્યો છે. એ
રંગોત્સવ રાષ્ટ્રીય કક્ષાની ચિત્રકલા સ્પર્ધામાં ગાંધીનગરની હિયા પટેલે સુવર્ણ પદક મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું


મહેસાણા, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : ગાંધીનગર ખાતે નિવાસ કરતી અને મૂળ મહેસાણા જિલ્લાના અબાસણા ગામની 6 વર્ષીય હિયા પિયુષકુમાર પટેલે રંગોત્સવ સેલિબ્રેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી સુવર્ણ પદક હાંસલ કર્યો છે.

એસ.આર.કે.જી. ધોરણમાં અભ્યાસ કરતી નાની ઉંમરની હિયાએ પોતાની કલાત્મક પ્રતિભાથી પરિવાર અને જિલ્લાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે.

હિયાના પિતા પિયુષકુમાર વિષ્ણુભાઈ પટેલ અને માતા સપનાબહેન પટેલે દીકરીની આ સિદ્ધિને ગર્વની ક્ષણ ગણાવી છે. હિયાના દાદા વિષ્ણુભાઈ ચતુરભાઈ પટેલ, જે ત્રાંસવાડ પ્રાથમિક શાળાના નિવૃત્ત આચાર્ય છે, તેમણે પણ ખુશી વ્યક્ત કરી છે. નાની ઉંમરે જ હિયાએ ચિત્રકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું છે.

હિયાની આ સિદ્ધિથી અબાસણા ગામ, વિજાપુર અને વિસનગર તાલુકા, મહેસાણા જિલ્લાનું તેમજ સમગ્ર બાવીસી સમાજનું ગૌરવ વધ્યું છે. સમાજના આગેવાનો અને સ્નેહીજનો દ્વારા હિયાને અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તેની આ સફળતા અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande