

મહેસાણા, 23 ફેબ્રુઆરી (હિ.સ.)મહેસાણા જિલ્લામાં ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર (ડી.એસ.સી.) દ્વારા બી.સી.આઈ. અંતર્ગત જેન્ડર કમિટી ઓરિએન્ટેશન અને ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો તેમજ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને ખેતીમાં નવી પદ્ધતિઓ, કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ અને ટકાઉ ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે જેન્ડર સમાનતા, મહિલાઓની ભાગીદારી અને તેમના અધિકારો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલીમમાં ખાસ કરીને મહિલા ખેડૂતોને આગળ વધવા અને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર દ્વારા મહેસાણા જિલ્લામાં લાંબા સમયથી ખેડૂતોના વિકાસ અને મહિલા સશક્તિકરણ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમથી ખેડૂતોમાં નવી માહિતી પ્રાપ્ત થવાથી ખેતીમાં સુધારો થશે તેમજ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધશે.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ તાલીમને ઉપયોગી ગણાવી હતી. આ પ્રકારના કાર્યક્રમો ગ્રામ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR