દેણપ ગામે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઇસમને વિસનગર તાલુકા પોલીસે ઝડપી પાડ્યો
મહેસાણા, 23 ફેબ્રુઆરી (હિ.સ.) વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે દેણપ ગામેથી કરલી જતા રોડ પર ભવાનીપરા પાસે પોલીસે દરોડો
દેણપ ગામે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઇસમને વિસનગર તાલુકા પોલીસે ઝડપી પાડ્યો


મહેસાણા, 23 ફેબ્રુઆરી (હિ.સ.) વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે દેણપ ગામેથી કરલી જતા રોડ પર ભવાનીપરા પાસે પોલીસે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે દેવસણ ગામના રહેવાસી દિવ્ય અર્થકુમાર જોઈતારામ નથાભાઈ (ઉંમર આશરે 45 વર્ષ)ને ક્રિકેટ મેચ પર મોબાઇલ ફોન મારફતે સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાના અંગત આર્થિક લાભ માટે મોબાઇલમાં વેબસાઈટ ખોલી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટી-20 મેચ પર હારજીતનો સટ્ટો રમતો હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપી પાસેથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. વાણીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande