ખેરાલુમાં રૂ. 6.61 કરોડના ખર્ચે નવા એસ.ટી. ડેપો–વર્કશોપનું ખાતમુહૂર્ત, પરિવહન સેવાઓ થશે વધુ સુવિધાસભર
મહેસાણા, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થનાર આધુનિક એસ.ટી. ડેપો–વર્કશોપનો ખાતમુહૂર્ત કાર્યક્રમ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ ડેપો રૂ. 6 કરોડ 61 લાખના
ખેરાલુમાં રૂ. 6.61 કરોડના ખર્ચે નવા એસ.ટી. ડેપો–વર્કશોપનું ખાતમુહૂર્ત, પરિવહન સેવાઓ થશે વધુ સુવિધાસભર


ખેરાલુમાં રૂ. 6.61 કરોડના ખર્ચે નવા એસ.ટી. ડેપો–વર્કશોપનું ખાતમુહૂર્ત, પરિવહન સેવાઓ થશે વધુ સુવિધાસભર


મહેસાણા, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થનાર આધુનિક એસ.ટી. ડેપો–વર્કશોપનો ખાતમુહૂર્ત કાર્યક્રમ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ ડેપો રૂ. 6 કરોડ 61 લાખના ખર્ચે નિર્માણ પામનાર હોવાનું જણાવાયું હતું.

ધારાસભ્યએ જણાવ્યું હતું કે નવા ડેપો નિર્માણથી ખેરાલુ વિસ્તારના નાગરિકોને વધુ ઝડપી, સુવિધાસભર અને આરામદાયક બસ સેવા ઉપલબ્ધ થશે. ધરોઈ ડેમ અને ઉમરેચા જેવા પર્યટન સ્થળોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુ બસોની સુવિધા ઉપલબ્ધ કરાશે.

આ ડેપો 1420.11 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામશે, જેમાં ડેપો મેનેજર ઓફિસ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, મેન્ટેનન્સ પીટ, લેડીઝ રેસ્ટ રૂમ અને ડિસ્પેન્સરી સહિતની અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વસુમતીબેન ઠાકોર, વિભાગીય નિયામક કે. એસ. ચૌધરી, ડેપો મેનેજર રમેશભાઈ ચૌધરી સહિત એસ.ટી. વિભાગના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નવા ડેપો નિર્માણથી ખેરાલુ વિસ્તારની પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande