ઊંઝામાં નવજીવન ઇંગ્લિશ મિડિયમ સ્કૂલનો “આસ્પાયર એન્ડ ઇન્સ્પાયર – વાર્ષિક રમતોત્સવ 2026” યોજાયો
મહેસાણા, 23 ફેબ્રુઆરી (હિ.સ.) ઊંઝા ખાતે નવજીવન ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ દ્વારા જિમખાના ગ્રાઉન્ડ ખાતે “આસ્પાયર એન્ડ ઇન્સ્પાયર – વાર્ષિક રમતોત્સવ 2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ટ્રસ્ટીઓની મોટી સંખ્યામાં ઉપસ્થ
ઊંઝામાં નવજીવન ઇંગ્લિશ મિડિયમ સ્કૂલનો “આસ્પાયર એન્ડ ઇન્સ્પાયર – વાર્ષિક રમતોત્સવ 2026” યોજાયો


ઊંઝામાં નવજીવન ઇંગ્લિશ મિડિયમ સ્કૂલનો “આસ્પાયર એન્ડ ઇન્સ્પાયર – વાર્ષિક રમતોત્સવ 2026” યોજાયો


મહેસાણા, 23 ફેબ્રુઆરી (હિ.સ.) ઊંઝા ખાતે નવજીવન ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ દ્વારા જિમખાના ગ્રાઉન્ડ ખાતે “આસ્પાયર એન્ડ ઇન્સ્પાયર – વાર્ષિક રમતોત્સવ 2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ટ્રસ્ટીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ અને ઊંઝાના ધારાસભ્ય કે. કે. પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવજીવન એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મશાલ પ્રજ્વલન, માર્ચપાસ્ટ અને ધ્વજવંદન સાથે રમતોત્સવની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી.

રમતોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ દોડ, કૂદકા સહિત વિવિધ રમત સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી. ખેલાડીઓએ શિસ્ત અને રમતિયાળ ભાવનાનો ઉત્તમ પરિચય આપ્યો હતો.

મુખ્ય અતિથિ કે. કે. પટેલે પોતાના સંબોધનમાં વિદ્યાર્થી જીવનમાં રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું. ટ્રસ્ટ પ્રમુખ સુરેશભાઈ શાહે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

આ સમગ્ર રમતોત્સવ શિસ્તબદ્ધ આયોજન અને ટીમ ભાવના સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande