ખાગેશ્રી ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે અમેરિકા સ્થિત પરસોત્તમભાઈ દ્વારા આધુનિક કીટની ભેટ.
પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ગાય આધારિત ખેતીના અભિયાનથી પ્રેરાઈને, હાલ અમેરિકા સ્થિત મૂળ ખાગેશ્રીના વ
ખાગેશ્રી ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે અમેરિકા સ્થિત પરસોત્તમભાઈ દ્વારા આધુનિક કીટની ભેટ.

ખાગેશ્રી ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે અમેરિકા સ્થિત પરસોત્તમભાઈ દ્વારા આધુનિક કીટની ભેટ.

ખાગેશ્રી ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે અમેરિકા સ્થિત પરસોત્તમભાઈ દ્વારા આધુનિક કીટની ભેટ.

ખાગેશ્રી ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે અમેરિકા સ્થિત પરસોત્તમભાઈ દ્વારા આધુનિક કીટની ભેટ.

ખાગેશ્રી ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે અમેરિકા સ્થિત પરસોત્તમભાઈ દ્વારા આધુનિક કીટની ભેટ.

પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ગાય આધારિત ખેતીના અભિયાનથી પ્રેરાઈને, હાલ અમેરિકા સ્થિત મૂળ ખાગેશ્રીના વતની પરસોત્તમભાઈએ પોતાના પિતાના અવસાન બાદ પરંપરાગત વિધિઓના બદલે ખેડૂતોના હિતમાં એક નવો માર્ગ ચીંધ્યો છે. તેમણે પિતાની સ્મૃતિમાં ગામના ખેડૂતોને અંદાજે રૂ. 10,000ની કિંમતની 'પ્રાકૃતિક ખેતી કીટ' નિ:શુલ્ક આપવાનું કાર્ય શરૂ કર્યું છે. આ કીટમાં 1000 લિટરની ટાંકી, ઇલેક્ટ્રિક મોટર અને જીવામૃત બનાવવા માટેના વલોણાનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના અશ્વિનભાઈ મોરીએ ખાસ ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સામાન્ય રીતે 200 લિટરના ડ્રમમાં જીવામૃત બનાવવાથી અઢી વીઘા જેટલી જમીનમાં જ માવજત થઈ શકે છે, પરંતુ આ 1000 લિટરની ક્ષમતાવાળી કીટની મદદથી ખેડૂતો હવે 5 વીઘા કે તેથી વધુ વિસ્તારમાં સરળતાથી જીવામૃત પહોંચાડી શકશે.

પરસોત્તમભાઈ વતી તેમના ભત્રીજા રમેશભાઈ કાસુન્દ્રા આ પ્રોજેક્ટનું સંચાલન કરી રહ્યા છે. રમેશભાઈ જણાવે છે કે, કાકા (પરસોત્તમભાઈ)નો એવો ભાવ હતો કે દરેક માણસ પ્રાકૃતિક ખેતી કરતો થાય અને પ્રકૃતિથી વધુને વધુ નજીક આવે. તેથી વધુને વધુ લોકોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન મળે અને આર્થીક રીતે નબળા ખેડુતો કે જેમને ડ્રમ લેવાની સગવળ ન હોય તો પણ તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા હેતુથી આ આખી કીટ તૈયાર કરવામાં આવી છે. અને અત્યાર સુધીમાં ગામના અંદાજે 10 જેટલા ખેડૂતોને આ આધુનિક સાધનો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર પણ વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ બાબતે ખેડુતોને પ્રાતસાહન આપી રહી છે ત્યારે તેને જમીની સ્તર પર સફળ બનાવવા માટે પરસોત્તમભાઈ, રમેશભાઈ અને આત્મા પ્રોજેક્ટના સહિયારા પ્રયાસોથી ખાગેશ્રી ગામમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande