મહેસાણામાં MMC પ્લાઝા બન્યું આકર્ષણનું કેન્દ્ર, ‘હેપ્પી સ્ટ્રીટ’ અને ‘ઓપન માઈક’થી નગરજનોમાં ઉત્સાહ
મહેસાણા, 23 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા શહેરના તાલુકા પંચાયત નજીક નવનિર્મિત MMC પ્લાઝા નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય અને મનોરંજનનો એકસાથે લાભ મળે તે માટે રવિવારે સવારે ‘હેપ્પી સ્ટ્રીટ’ અને રા
મહેસાણામાં MMC પ્લાઝા બન્યું આકર્ષણનું કેન્દ્ર, ‘હેપ્પી સ્ટ્રીટ’ અને ‘ઓપન માઈક’થી નગરજનોમાં ઉત્સાહ


મહેસાણામાં MMC પ્લાઝા બન્યું આકર્ષણનું કેન્દ્ર, ‘હેપ્પી સ્ટ્રીટ’ અને ‘ઓપન માઈક’થી નગરજનોમાં ઉત્સાહ


મહેસાણા, 23 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા શહેરના તાલુકા પંચાયત નજીક નવનિર્મિત MMC પ્લાઝા નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય અને મનોરંજનનો એકસાથે લાભ મળે તે માટે રવિવારે સવારે ‘હેપ્પી સ્ટ્રીટ’ અને રાત્રે ‘ઓપન માઈક’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સવારે 6.30થી 8.00 વાગ્યા દરમિયાન યોજાનાર ‘હેપ્પી સ્ટ્રીટ’ કાર્યક્રમમાં યોગા, ઝુમ્બા અને વિવિધ કસરતોનું આયોજન કરવામાં આવ્યું છે. નિષ્ણાત ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ નાગરિકો ખુલ્લી હવામાં કસરત કરીને સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધી શકશે. આ કાર્યક્રમમાં તમામ ઉંમરના લોકો ભાગ લઈ શકશે.

રાત્રે 8.00થી 10.00 વાગ્યા દરમિયાન યોજાનાર ‘ઓપન માઈક’ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો, ગાયકો અને કવિઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળશે. કાર્યક્રમ માટે સ્ટેજ, લાઈટ અને સાઉન્ડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

નાગરિકોની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ તેમજ મહિલાઓ અને પુરુષો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મહાનગરપાલિકાની આ પહેલથી નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને MMC પ્લાઝા શહેરના સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે નવી ઓળખ મેળવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande