
- દાણીલીમડાના પીઆઇ ને કંટ્રોલરૂમમાં મૂકાયા, કેમિકલ ચોરીનો કેસ નડી ગયો
અમદાવાદ, 23 ફેબ્રુઆરી (હિ.સ) અમદાવાદમાં 27 પીઆઇ ની બદલી અને લિવ રિઝર્વમાં રહેલા 8 પીઆઇ ને નિમણૂંક આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કૃષ્ણનગર,ચાંદખેડા,શહેરકોટડા, આનંદનગર, માધવપુરા પોલીસ સ્ટેશન ચાર્જમાં ચાલી રહ્યા હતા. જ્યાં નિયમિત પીઆઇ ની નિમણૂક કરવામાં આવી છે. દાણીલીમડાના પીઆઇની છે જેમને કંટ્રોલરૂમમાં મૂકાયા છે. કહેવાય છે કે તેમને કેમિકલ ચોરીનો કેસ નડી ગયો છે.કૃષ્ણનગર, ચાંદખેડા સહિતના કેટલાક પોલીસ સ્ટેશન છેલ્લા કેટલાય સમયથી ઇન્ચાર્જથી ચાલતા હતા તે પોલીસ સ્ટેશનને હવે પીઆઇ મળ્યા છે.
અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 27 પીઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી.એસ.મલિકે કેટલાક પીઆઇની એજન્સીમાંથી પોલીસ સ્ટેશનમાં તો કેટલાકની પોલીસ સ્ટેશનમાંથી એજન્સીમાં બદલી કરી છે. લાંબા સમયથી એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય અને કેટલાક પોલીસ સ્ટેશનમાં નાના મોટા વિવાદ થયા હોય તેમની પણ બદલી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં અનેક પીઆઇ ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા હતા. જેમની જિલ્લા બદલી આવવાની તૈયારી છે. જોકે શહેરના કેટલાક પોલીસ સ્ટેશનમાં પણ કેટલાક પીઆઇ લાંબા સમયથી ફરજ બજાવતા હતા તો કેટલાક પીઆઇ વિવાદમાં આવી ચૂક્યા હતા. જેમની પોલીસ કમિશનર દ્વારા બદલી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં વધતા જતા ક્રાઈમને લઈને પીઆઇની સક્ષમ પીઆઇને બદલી કરી મૂકવામાં આવ્યા છે.
શહેરના નારોલ પોલીસ સ્ટેશનમાં એજન્સીની 10 દિવસમાં પાંચ અલગ અલગ રેડ થઈ હતી, જેમાં સ્થાનિક પોલીસની નિષ્ફળ કામગીરી સામે આવતા નારોલ પીઆઇની બદલી કરવામાં આવી છે.
SMCએ કરેલી કેમિકલ ચોરીના કેસમાં સ્થાનિક પોલીસની નિષ્ફળ કામગીરી સામે આવતા દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇની બદલી કરવામાં આવી છે. દરિયાપુરમાં SMCએ જુગારનો મોટો કેસ કર્યો હતો તેમાં પણ સ્થાનિક પોલીસની નિષ્ફળ કામગીરી સામે આવતા દરિયાપુર પીઆઇની કંટ્રોલરૂમમાં બદલી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ