
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા મહત્વપૂર્ણ વહીવટી બદલાવ કરવામાં આવ્યો છે. Election Commission of India દ્વારા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (Chief Electoral Officer) તરીકે આઈએએસ અધિકારી સંદીપ સાંગલે ની નિમણૂક કરવામાં આવી છે. તેઓ હાલના મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લા ની જગ્યાએ ફરજ સંભાળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સંદીપ સાંગલે 2007 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે અને તેમને ચૂંટણી વ્યવસ્થાપનનો સારો અનુભવ છે. Representation of the People Act, 1950 ની કલમ 13A હેઠળ આ નિયુક્તિ કરવામાં આવી હોવાનું સત્તાવાર પત્રમાં જણાવાયું છે.
ચૂંટણી આયોગે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીને સંદીપ સાંગલેના રહેણાંક અને કચેરીના સંપર્ક વિગતો તાત્કાલિક મોકલવા સૂચના આપી છે, જેથી તેઓ વહેલી તકે પદભાર સંભાળી શકે.
રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને આ નિમણૂક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સંદીપ સાંગલે રાજ્યમાં મતદાર યાદી સુધારણા, ચૂંટણી આયોજન અને સંકલન જેવી જવાબદારીઓ સંભાળશે.
ગુજરાત માં ચૂંટણી તંત્રને વધુ સક્ષમ અને પારદર્શક બનાવવા આ બદલાવ મહત્વનો ગણાઈ રહ્યો છે
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ