
સુરત, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : રુદરપુરા વિસ્તારમાં લાપસીવાલા ચાલમાં રહેતી કરિશ્મા જીગ્નેશભાઈ રાઠોડ તેમની બે દીકરીઓ સાથે ઘરે રહે છે. ગત તારીખ 22/2/2026 ના રોજ બપોરે 1:45 વાગ્યામાં અરસામાં કરિશ્મા બેન ઘરમાં હાજર હતા, ત્યારે તેમની મોટી દીકરી તેમની પાસે હતી અને નાની દીકરી જમવાનું લેવા માટે ગઈ હતી. આ સમયે ગોપીપુરામાં રહેતો તેનો સગો ભાઈ કેતન અશ્વિન પટેલ અને રૂદરપુરામાં રહેતો તેમનો ભાઈ મેહુલ અશ્વિન પટેલ તેમની પાસે આવ્યા હતા. બંને સગા ભાઈઓએ ઘરમાં ગેરકાયદેસર રીતે ગૃહ પ્રવેશ કરી કરિશ્માને તું કેમ તારી દીકરીનું સરખું ધ્યાન રાખતી નથી તેમ કહીને ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ તેમને એલફેલ ગાળો આપી ઢીકમુક્કીનો ઢોર માર મારી કે તને પોતાની પાસેનું ચપ્પુ કાઢી કરિશ્માને એક ઘા મારી દીધો હતો. જેના કારણે તેમને ઈજા થઈ હતી.
આ ઉપરાંત બંને ભાઈઓએ જો દીકરીઓનું સરખું ધ્યાન નહીં રાખે તો જાનથી મારી નાખીશું તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે કરિશ્માએ ગતરોજ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ભાઈઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે