તળાજા ડુંગળીની આવક તાત્કાલિક બંધ, 24 ફેબ્રુઆરી સાંજે 4 વાગ્યા બાદ ફરી શરૂ થશે.
ભાવનગર,23 ફેબ્રુઆરી (હિ.સ.)તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની વધુ પડતી આવક થવાના કારણે યાર્ડ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ડુંગળીની આવક બંધ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી યાર્ડમાં ડુંગળીનો જથ્થો મોટા પ્રમાણમાં પહોંચી
ડુંગળી


ભાવનગર,23 ફેબ્રુઆરી (હિ.સ.)તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની વધુ પડતી આવક થવાના કારણે યાર્ડ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ડુંગળીની આવક બંધ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી યાર્ડમાં ડુંગળીનો જથ્થો મોટા પ્રમાણમાં પહોંચી રહ્યો હતો, જેના પરિણામે સ્ટોક સંગ્રહ, હરાજી પ્રક્રિયા અને વ્યવસ્થાપન અંગે મુશ્કેલીઓ ઉભી થઈ હતી.યાર્ડ સેક્રેટરીએ ખેડૂતોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આગામી 24 ફેબ્રુઆરી સાંજે 4:00 વાગ્યા સુધી કોઈપણ ખેડૂત ડુંગળીનો માલ યાર્ડમાં ન લાવે. હાલની પરિસ્થિતિમાં પહેલેથી આવેલ જથ્થાની હરાજી અને ગોઠવણ પૂર્ણ કરવાની જરૂર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા જથ્થાને સ્વીકારવો મુશ્કેલ બન્યો હતો.ખેડૂતોને અનાવશ્યક પરેશાની ન થાય અને માલ બિનજરૂરી રીતે અટવાઈ ન રહે તે માટે સમયસર સૂચના આપવામાં આવી છે. ઘણા ખેડૂતો ડુંગળી લઈને યાર્ડ તરફ રવાના થવા તૈયારીમાં હતા, પરંતુ અચાનક વધેલી આવકને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નિયંત્રણ જરૂરી બન્યું હતું.યાર્ડ તંત્રએ જણાવ્યું છે કે 24 ફેબ્રુઆરી સાંજે 4:00 વાગ્યા બાદ ફરીથી નિયમિત રીતે ડુંગળીની આવક શરૂ કરવામાં આવશે અને હરાજી પ્રક્રિયા સામાન્ય રીતે ચાલુ રહેશે.ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ યાર્ડની સૂચનાનું પાલન કરે અને નિર્ધારિત સમય પહેલાં માલ ન લાવે. યાર્ડ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી હોય ત્યારે વધુ સૂચનાઓ જાહેર કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande