ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટ 2026 માં કુવાસણાના યુગ પટેલ પ્રથમ નંબરે, મહેસાણાનું કર્યું નામ રોશન
મહેસાણા, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કુવાસણા ગામના અને હાલ અમદાવાદ ખાતે નિવાસ કરતા 12 વર્ષીય યુગ ચિરાગકુમાર પટેલે Gujarat State Ranking Tennis Tournament 2026 માં Under Age Group 14 કેટેગરીમાં પ્રથમ નંબર મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી
Gujarat State Ranking Tennis Tournament 2026 માં કુવાસણાના યુગ પટેલ પ્રથમ નંબરે, જિલ્લાનું નામ રોશન


મહેસાણા, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કુવાસણા ગામના અને હાલ અમદાવાદ ખાતે નિવાસ કરતા 12 વર્ષીય યુગ ચિરાગકુમાર પટેલે Gujarat State Ranking Tennis Tournament 2026 માં Under Age Group 14 કેટેગરીમાં પ્રથમ નંબર મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ધોરણ 7 માં અભ્યાસ કરતા યુગે નાની ઉંમરે જ ટેનિસ ક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરચો આપતા પરિવાર અને જિલ્લાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે.

યુગના પિતા ચિરાગ રમેશભાઈ પટેલ અને માતા કેતુલાબેન પટેલે પુત્રની આ સિદ્ધિ બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી છે. યુગે પોતાની મહેનત, લગન અને સતત પ્રેક્ટિસના બળે રાજ્યકક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સફળતા બદલ તેમના દાદા-દાદી સહિત પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

યુગ પટેલની આ સિદ્ધિથી કુવાસણા, વિસનગર, મહેસાણા જિલ્લાનું તેમજ સમગ્ર બાવીસી સમાજનું નામ ગૌરવ વધ્યું છે. સમાજના આગેવાનો અને સ્નેહીજનો દ્વારા યુગને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. યુગની આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande