ભાવનગરની જૂની બાર્ટન લાઈબ્રેરી ની સ્થાપત્ય અને દુર્લભ પુસ્તકો નું સંરક્ષણ અને રિસ્ટોરેશન નું પ્રથમ તબક્કા નું કામ પૂર્ણ.
ભાવનગર ,3 ફેબ્રુઆરી (હિ.સ.) ગોહિલવાડની સંસ્કાર નગરી ભાવનગરની આન, બાન અને શાન સમાન 144 વર્ષ જૂની ઐતિહાસિક બાર્ટન લાઈબ્રેરી હવે તેના મૂળ સ્થાપત્ય વૈભવ સાથે પુનઃ જીવંત થશે. મહારાજા તખ્તસિંહજી દ્વારા વર્ષ 1882 માં સ્થાપિત આ લાઈબ્રેરીના દુર્લભ પુસ્ત
બાર્ટન પુસ્તકાલય


ભાવનગર ,3 ફેબ્રુઆરી (હિ.સ.) ગોહિલવાડની સંસ્કાર નગરી ભાવનગરની આન, બાન અને શાન સમાન 144 વર્ષ જૂની ઐતિહાસિક બાર્ટન લાઈબ્રેરી હવે તેના મૂળ સ્થાપત્ય વૈભવ સાથે પુનઃ જીવંત થશે. મહારાજા તખ્તસિંહજી દ્વારા વર્ષ 1882 માં સ્થાપિત આ લાઈબ્રેરીના દુર્લભ પુસ્તકો નું સંરક્ષણ અને રિસ્ટોરેશન ની સાથે નવિનીકરણ માટે ભાવનગર સ્ટેટના રાજકુંવરી બ્રિજેશ્વરીકુમારી દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ગોથિક શૈલી અને રાજુલાના પથ્થરોનું અદભૂત સંગમ:દિવાનપરા રોડ પર આવેલી આ લાઈબ્રેરી યુરોપિયન , ગોથિક અને ભારતીય સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. રાજુલાના સેન્ડ સ્ટોન, ચુનાનું ચણતર અને બર્માના ટીકવુડના ફર્નિચરથી સજ્જ આ ઈમારત આજે પણ સંસ્કૃતિની સુવાસ ફેલાવી રહી છે. આ લાઈબ્રેરીમાં હસ્તપત્રો અને દુર્લભ ગેઝેટ સહિત 88000 થી વધુ પુસ્તકોનો અમૂલ્ય ખજાનો સંગ્રહિત છે. સમયના વહેણ સાથે જર્જરિત થયેલી આ ઈમારતને અડીખમ રાખવા માટે ‘બ્યુટીફાય બાર્ટન’ કાર્યક્રમ અંતર્ગત પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, એક્રેલીક ઈન્ડસ્ટ્રીઝ અને કે.બી. ઈસ્પાત જેવી સંસ્થાઓ આગળ આવી છે. અમદાવાદની વિખ્યાત સેપ્ટ (CEPT) યુનિવર્સિટીના સેન્ટર ફોર હેરીટેજ કન્ઝર્વેશન દ્વારા વૈજ્ઞાનિક ઢબે રીનોવેશન શરૂ કરવામાં આવ્યું હતું જેનો પહેલો ફેઝ પૂરો થયેલ છે જ્યારે બીજા ફેઝ નું કામ જૂન-જુલાઈ 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

બાર્ટન લાઇબ્રેરી ટ્રસ્ટના કૌશિક ભટ્ટ, હિરેન મહેતા, ભાવનગર સ્ટેટ ના રાજકુંવરી બ્રિજેશ્વરીદેવી ગોહિલ , હર્ષા રામૈયા, અમિત લંગારીયા વિગેરે દ્વારા લોકભાગીદારી માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.આ ઐતિહાસિક ધરોહરને આગામી 50-75 વર્ષ સુધી સુરક્ષિત રાખવા માટે રાજવી પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા ભાવનગરના નગરજનો અને પુસ્તક પ્રેમીઓને આર્થિક સહયોગ આપવા વિનંતી કરેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande