ચિત્રા–ફુલસર–નારી વોર્ડમાં આર.સી.સી. રોડ તથા મેટલ ગ્રાઉટીંગના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ભાવનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.)ભાવનગર શહેરી વિસ્તારમાં જગદીશ્વરાનંદ સ્કૂલ સ્થિત નારીગામ ખાતે SJMMSVY ગ્રાન્ટ અંતર્ગત રૂ.૩.૦૮ કરોડના ખર્ચે ચિત્રા–ફુલસર–નારી વોર્ડમાં વિવિધ સ્થળોએ આર.સી.સી. રોડ તથા મેટલ ગ્રાઉટીંગના કામોનું ખાતમુહૂર્ત રાજ્યના કૃષિ મંત્રી
ખાત મુહર્ત કરવામાં આવ્યું


ભાવનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.)ભાવનગર શહેરી વિસ્તારમાં જગદીશ્વરાનંદ સ્કૂલ સ્થિત નારીગામ ખાતે SJMMSVY ગ્રાન્ટ અંતર્ગત રૂ.૩.૦૮ કરોડના ખર્ચે ચિત્રા–ફુલસર–નારી વોર્ડમાં વિવિધ સ્થળોએ આર.સી.સી. રોડ તથા મેટલ ગ્રાઉટીંગના કામોનું ખાતમુહૂર્ત રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે તેમજ મેયર શ્રી ભરતભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસની નવી હરણફાળ શરૂ થઈ છે. નારી ખાતે અંદાજે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આર.સી.સી. રોડ તથા મેટલ ગ્રાઉટીંગના કામો પૂર્ણ થતાં ગામના લગભગ ૯૮ ટકા રસ્તાઓ સુવિધાસભર બનશે. બાકી રહેલા રોડ તથા અન્ય વિકાસકાર્યો પણ તબક્કાવાર પૂર્ણ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના બજેટમાં વિકાસલક્ષી યોજનાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. આગામી સમયમાં ભાવનગર જિલ્લાને તેનો વિશેષ લાભ મળશે. ધોલેરા ખાતે વિકસતા વૈશ્વિક સ્તરના ઔદ્યોગિક અને વેપારિક માળખાના પરિણામે જિલ્લામાં રોજગાર અને ઔદ્યોગિક વિકાસના નવા અવસર ઉભા થશે.વિકાસની નવી ક્ષિતિજો માટે ભાવનગર હવે કેન્દ્રબિંદુ બની રહ્યું છે.

મેયર શ્રી ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નેતૃત્વમાં સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણના પરિણામે ભાવનગર શહેરમાં નાગરિકોને આધુનિક અને સુવિધાસભર માળખાકીય સેવાઓ પ્રાપ્ત થઈ રહી છે. જાહેર પરિવહન સહિતની મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.કાર્યક્રમ પહેલાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ મેયર શ્રી ભરતભાઈ બારડ દ્વારા હાદાનગર વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનનું સ્થળ પર જઈ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી મોનાબેન પારેખ, પૂર્વ મેયર શ્રી કિર્તીબેન દાણીધારીયા સહિત નગરસેવકો તથા ચિત્રા, ફુલસર અને નારી વિસ્તારના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande