પોરબંદરથી ચાલતી લાંબા રૂટની ત્રણ ટ્રનોમાં કોચનો વધારો કરાશે.
પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ. )મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં સામાન્ય શ્રેણી (જનરલ) કોચોની કાયમી વધારો, યાત્રિયોને મળશે વધારાની સુવિધા કરવામા આવશે યાત્રિયોની સુવિધા તેમજ રેલવે બોર્ડના દિશા-નિર્દેશોને અનુરૂપ દરેક મેલ/એક્સપ્રેસ ટ્રેનમાં ઓછામાં ઓછા 04 સામાન
પોરબંદરથી ચાલતી લાંબા રૂટની ત્રણ ટ્રનોમાં કોચનો વધારો કરાશે.


પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ. )મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં સામાન્ય શ્રેણી (જનરલ) કોચોની કાયમી વધારો, યાત્રિયોને મળશે વધારાની સુવિધા કરવામા આવશે યાત્રિયોની સુવિધા તેમજ રેલવે બોર્ડના દિશા-નિર્દેશોને અનુરૂપ દરેક મેલ/એક્સપ્રેસ ટ્રેનમાં ઓછામાં ઓછા 04 સામાન્ય શ્રેણીના કોચ ઉપલબ્ધ કરાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી પસાર થતી ટ્રેનોની સંરચનામાં સામાન્ય શ્રેણીના કોચોમાં કાયમી વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

આ નિર્ણયથી સામાન્ય શ્રેણીમાં મુસાફરી કરતા મુસાફરોને વધારાની જગ્યા ઉપલબ્ધ થશે તેમજ ભીડ વ્યવસ્થાપનમાં પણ સહાય મળશે. ટ્રેન નં. 12905/12906 પોરબંદર-શાલીમાર-પોરબંદર એક્સપ્રેસમાં સુધારેલ સંરચના મુજબ જનરલ કોચોની સંખ્યા 3 થી વધારીને 4 કરવામાં આવશે. આ કોચો પોરબંદરથી 29 એપ્રિલ 2026થી તથા શાલીમારથી 01 મે 2026થી અમલમાં આવશે. ટ્રેન નં. 20968/20967 પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસની ટ્રેન સંરચનામાં ફેરફાર કરીને સામાન્ય શ્રેણીના કોચોની સંખ્યા 3 થી વધારીને 4 કરવામાં આવશે. આ કોચો પોરબંદરથી 28 એપ્રિલ 2026થી તથા સિકંદરાબાદથી 29 એપ્રિલ 2026થી અમલમાં આવશે. ટ્રેન નં.12949/12950 પોરબંદર-સાંતરાગાછી-પોરબંદર એક્સપ્રેસમાં સુધારેલ સંરચના મુજબ સામાન્ય શ્રેણીના કોચોની સંખ્યા 2 થી વધારીને 4 કરવામાં આવશે. આ કોચો પોરબંદરથી 01 મે 2026થી તથા સાંતરાગાછીથી 03 મે 2026થી અમલમાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande