બે ઠગબાજ ઈસમોએ ડોક્યુમેન્ટના આધારે, બેંકમાં ખાતું ખોલી વેપારીને છેતર્યો
સુરત, 23 ફેબ્રુઆરી (હિ.સ.)-પાંડેસરાના બાલાજી નગરમાં રહેતા આશિષકુમાર સંજયભાઈ બંસલ ઈંડાની રેસ્ટોરન્ટ ધરાવે છે. હાલમાં અલથાણમાં સંગીની સર્કલ પાસે આવેલ એગ સ્પાઇસ નામથી તેમને રેસ્ટોરન્ટ આવેલી છે. તેઓ 5/01/2026 પહેલા હરિઓમ અને પ્રિન્સ શ્રીવાસ્તવ નામના વ્
બે ઠગબાજ ઈસમોએ ડોક્યુમેન્ટના આધારે, બેંકમાં ખાતું ખોલી વેપારીને છેતર્યો


સુરત, 23 ફેબ્રુઆરી (હિ.સ.)-પાંડેસરાના બાલાજી નગરમાં રહેતા આશિષકુમાર સંજયભાઈ બંસલ ઈંડાની રેસ્ટોરન્ટ ધરાવે છે. હાલમાં અલથાણમાં સંગીની સર્કલ પાસે આવેલ એગ સ્પાઇસ નામથી તેમને રેસ્ટોરન્ટ આવેલી છે. તેઓ 5/01/2026 પહેલા હરિઓમ અને પ્રિન્સ શ્રીવાસ્તવ નામના વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા.

જે તે સમયે હરિઓમ અને પ્રિન્સ શ્રીવાસ્તવએ આશિષકુમારને જણાવ્યું હતું કે તેઓ બેંકમાં તેમનું ખાતું ખોલાવી આપશે અને તેમના બદલામાં તેમને કમિશન પણ મળશે. જેથી આખરે લાલચમાં આવી આશિષકુમાર બંસલે પોતાના ડોક્યુમેન્ટ હરિઓમ અને પ્રિન્સને આપ્યા હતા. જોકે આ ડોક્યુમેન્ટના આધારે બંને વ્યક્તિઓએ કરંટ બેન્ક એકાઉન્ટ ખોલાવી બેન્ક એકાઉન્ટ પાસબુક મેળવી હતી.

જેમાં એકાઉન્ટમાં રજિસ્ટ્રેટ કરાવેલ મોબાઈલ નંબર નું સીમકાર્ડ પણ તેઓએ પોતાની પાસે રાખ્યું હતું. આ ઉપરાંત એકાઉન્ટમાં પોતાની રીતે ખોટા યુઝરનેમ પાસવર્ડ બનાવી ખોટી કીમતી જામીનગીરી ઊભી કરી હતી. જેથી આ વાતની જાણ થતા આખરે આશિષ કુમારે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હરિઓમ અને પ્રિન્સ શ્રીવાસ્તવ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande