વિસાવાડા ગામે અકસ્માતમાં બે ના મોત:5 ઘાયલ.
પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાતના પવિત્ર યાત્રાધામોના દર્શન કરવાની અભિલાષા સાથે રાજસ્થાનથી આવેલા એક શ્રદ્ધાળુ પરિવાર માટે નિયતિએ કંઈક અલગ જ લખ્યું હતું. દેવભૂમિ દ્વારકાના દર્શન કરીને સોમનાથ મહાદેવના શરણે જઈ રહેલા રાજસ્થાનના માળી પરિવારની કાર
વિસાવાડા ગામે અકસ્માતમાં બે ના મોત:5 ઘાયલ.


વિસાવાડા ગામે અકસ્માતમાં બે ના મોત:5 ઘાયલ.


વિસાવાડા ગામે અકસ્માતમાં બે ના મોત:5 ઘાયલ.


વિસાવાડા ગામે અકસ્માતમાં બે ના મોત:5 ઘાયલ.


પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાતના પવિત્ર યાત્રાધામોના દર્શન કરવાની અભિલાષા સાથે રાજસ્થાનથી આવેલા એક શ્રદ્ધાળુ પરિવાર માટે નિયતિએ કંઈક અલગ જ લખ્યું હતું. દેવભૂમિ દ્વારકાના દર્શન કરીને સોમનાથ મહાદેવના શરણે જઈ રહેલા રાજસ્થાનના માળી પરિવારની કારને પોરબંદર નજીક વિસાવાડા પાસે અકસ્માત નડતા પરિવારના બે મોભીઓના કરુણ મોત નીપજ્યા છે.આ દુર્ઘટનામાં પરિવારના અન્ય પાંચ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજસ્થાનથી ગુજરાતની યાત્રાએ નીકળેલો માડી પરિવાર દ્વારકાધીશના આશીર્વાદ લઈને પવિત્ર સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ રહ્યો હતો.

આ પ્રવાસ દરમિયાન પોરબંદરથી થોડે દૂર વિસાવાડા ગામ નજીક હાઈવે પર અચાનક ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર પલટી ખાઈને રોડથી નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર એક વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એક વૃદ્ધ એ દમ તોડયો હતો. આમ, એક જ પરિવારના બે સભ્યોના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને હર્ષોલ્લાસ સાથે નીકળેલી યાત્રા અંતિમયાત્રામાં ફેરવાઈ ગઈ છે.

અકસ્માતની જાણ થતા જ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, પોરબંદર જિલ્લા શાખાના ચેરમેન રામદેવ મોઢવાડિયા અને નરેશ થાનકીની સેવાભાવી ટીમ તથા જિલ્લા ભાજપના મહામંત્રી પ્રવીણ ખોરાવા એ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી.અન્ય રાજ્યમાંથી આવેલા આ પરિવાર માટે પોરબંદરમાં કોઈ પરિચિત ન હોવાથી રેડ ક્રોસની ટીમે પરિવારના સભ્યો જેવી ભૂમિકા ભજવી હતી. રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવેલી મુખ્ય કામગીરીમાં ઘાયલ થયેલા પાંચેય દર્દીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળે તે માટે ટીમે હોસ્પિટલ પ્રશાસન અને તબીબો સાથે સંકલન સાધ્યું હતું.અકસ્માત બાદની પોલીસ કાર્યવાહી, પંચનામું અને કાગળકામમાં પરિવાર મુંઝવણમાં હતો, ત્યારે રેડ ક્રોસની ટીમે તમામ પ્રક્રિયામાં સક્રિયપણે મદદ કરી હતી. મૃતકોના પોસ્ટમોર્ટમની વિધિ ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી

વ્યવસ્થાઓ કરાવી આપી હતી જેથી પરિવારને વધુ હેરાન ન થવું પડે.

રામદેવ મોઢવાડિયા અને તેમની ટીમે માત્ર વહીવટી મદદ જ નહીં, પરંતુ માનસિક રીતે ભાંગી પડેલા પરિવારજનોને આશ્વાસન આપી હિંમત પૂરી પાડી હતી. દૂરના રાજ્ય રાજસ્થાનથી આવેલા આ પરિવાર માટે મૃતદેહોને પરત લઈ જવા એ મોટો પડકાર હતો.

આ કપરી પરિસ્થિતિમાં રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવ મોઢવાડિયા અને નરેશ થાનકી સહિત જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણ ખોરાવા એ ઉદારતા દાખવીને મૃતદેહોને સન્માનપૂર્વક તેમના વતન મોકલી આપવાની તમામ વ્યવસ્થા કરી આપવાની તૈયારી બતાવી હતી. તેમની આ નિઃસ્વાર્થ સેવાની સમગ્ર પોરબંદર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande