અમરેલી નાગરિક સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી
અમરેલી,23 ફેબ્રુઆરી (હિ.સ.) અમરેલી નાગરિક સહકારી બેંકમાં તાજેતરમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી, જેમાં બંને હોદ્દાઓ પર બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બેંકના ચેરમેન તર
અમરેલી નાગરિક સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી


અમરેલી,23 ફેબ્રુઆરી (હિ.સ.) અમરેલી નાગરિક સહકારી બેંકમાં તાજેતરમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી, જેમાં બંને હોદ્દાઓ પર બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બેંકના ચેરમેન તરીકે વનરાજ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કમલેશ ગરણીયાની સર્વસંમતિથી બિનહરીફ પસંદગી કરવામાં આવી હતી.

ચૂંટણી દરમિયાન અન્ય કોઈ ઉમેદવારી નોંધાઈ ન હોવાથી બંને હોદ્દેદારોની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી હતી, જે બેંકના સંચાલનમાં એકતા અને વિશ્વાસનું પ્રતિબિંબ માનવામાં આવે છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ સભાસદોએ નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની આગેવાનીમાં બેંક વધુ પ્રગતિ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.

બિનહરીફ વરણી બાદ ચેરમેન વનરાજ પટેલ અને વાઇસ ચેરમેન કમલેશ ગરણીયાએ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સભાસદો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બેંકના વિકાસ, પારદર્શિતા અને સભાસદોની સુવિધાઓમાં વધારો કરવા માટે સમર્પિત પ્રયાસો કરવામાં આવશે.

આ વરણીથી બેંકના સુશાસન અને સહકારી ભાવનાને વધુ મજબૂતી મળશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande