પોરબંદરની વિવાદીત ચેમ્બર ઓફ કોમર્સની ઇમરજન્સી બેઠક મળી
પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ પોરબંદરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ટ્રસ્ટીઓ વચ્ચેના વિવાદમાં જીગ્નેશ કારિયાએ ઈમર્જન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કારોબારી સભ્યની ચૂંટણીની તારીખમાં ફેરફાર
પોરબંદરની વિવાદીત ચેમ્બર ઓફ કોમર્સની ઇમરજન્સી બેઠક મળી.


પોરબંદરની વિવાદીત ચેમ્બર ઓફ કોમર્સની ઇમરજન્સી બેઠક મળી.


પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ પોરબંદરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ટ્રસ્ટીઓ વચ્ચેના વિવાદમાં જીગ્નેશ કારિયાએ ઈમર્જન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કારોબારી સભ્યની ચૂંટણીની તારીખમાં ફેરફાર કરાવ્યાની જાહેરાત કરવામાં આવી છે.

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે પોરબંદરના વેપારીઓ માટે પ્રતિષ્ઠિત સંસ્થા ગણાય છે પરંતુ ટ્રસ્ટીઓ વચ્ચેની લડાઈમાં આ સંસ્થાની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો હોવાનું કહેવાય છે. છેલ્લા સપ્તાહમાં ચેમ્બરના કેટલાક ટ્રસ્ટીઓ મહાશિવરાત્રીના દિવસે એકાએક ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસે દોડી ગયા હતા અને મામલો ગરમાયો હતો. સતત ત્રણ દિવસ સુધી ટ્રસ્ટીઓ વચ્ચે તુતુ-મેમે ચાલી હતી અને છેલ્લે જીગ્નેશ કારિયાએ કમલાબાગ પોલીસ સ્ટશનમાં પોરબંદર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ કપિલ કોટેચા, ચેમ્બરના પૂર્વ પ્રમુખ નલિન કાનાણી સહિતના સામે ચેમ્બર ઓફ કોમર્સના તાળા તોડવા બાબતે ફરિયાદ અરજી આપી હતી. આ વિવાદ હજુ પણ યથાવત છે.

આજે 23 ફેબ્રુઆરીએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હોવાનો દાવો કરનાર જીગ્નેશ કારિયાએ વોટ્સએપ મેસેજથી એક પ્રેસ યાદી જાહેર કરી છે જેમાં જણાવાયું છે કે, ચૂંટણી અધ્યક્ષ હેમેન્દ્ર કોટેચા, ગોપાલ મજીઠીયા દ્વારા ચચેમ્બરની કારોબારીના 10 સભ્યોની ચૂંટણી તારીખ જે 24 ફેબ્રુઆરીએ યોજાવાની હતી તે હવે ફેરફાર કરાઈ છે. બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ 10 સભ્યોની ચૂંટણી હવે 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. ફક્ત તારીખમાં જ બદલાવ કરવામાં આવ્યો છે. તમામ કાર્યો એજન્ડા મુજબ ચાલુ રહેશે તેમ પ્રેસ યાદીમાં જણાવાયું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, ચેમ્બરનો વિવાદ હવે ક્યાં સુધી વકરશે. ટ્રસ્ટીઓ વચ્ચેની લડાઈમાં ત્રીજો કોઈ ફાવી જશે કે જીગ્નેશ કારિયાની બોડી યથાવત રહેશે તે જોવાનું રહ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande