
સુરત, 23 ફેબ્રુઆરી (હિ.સ.)-અમરોલી વિસ્તારમાં રહેતી પરીણીતા ત્રણ વર્ષ પહેલા મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસિકા ગામના વતની અને સુરતમાં કતારગામ વિસ્તારમાં ધનમોરા પાસે આવેલ બળવંત નગર સોસાયટીમાં રહેતા અલ્પેશ નાથાભાઈ ગેડીયા ના સંપર્કમાં આવી હતી.
અલ્પેશ તેમની સાથે મિત્રતા કર્યા બાદ એકાદ વર્ષ બાદ તેમને જણાવ્યું હતું કે, તેમના પર દેવું થઈ ગયું છે. જેથી તેની પત્ની તેને છોડીને જતી રહે છે. જેથી અલ્પેશે પરણીતાને તું એને રૂબરૂ મળીને સમજાવ અને વાત કર તેમ જણાવ્યું હતું. જેથી બાદમાં અલ્પેશે અમરોલી વિસ્તારમાં આવેલ એક હોટલમાં મીટીંગ ગોઠવી હતી. જેમાં તેમણે પરણીતાને પત્નીને મળવા માટે બોલાવી હતી પરંતુ હોટલની રૂમમાં અલ્પેશની પત્ની હાજરમાં ન હતી. આ સમયે પરણીતા રૂમમાં આવતાની સાથે જ અલ્પેશ હોટલની રૂમ ની અંદર તેની સાથે પરણીતા હોય તેવા ફોટા પાડી લીધા હતા અને આ ફોટાને આધારે બ્લેક મેઈલ કરી તેમના પતિને ફોટા બતાવી દેવાની ધમકી આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારીયો હતો.
એટલું જ નહીં જોકે બાદમાં અવારનવાર તેને હોટલમાં બોલાવી તેમની સાથે મારઝૂડ કરી તેમનું શારીરિક શોષણ કર્યું હતું. જેથી આખરે બાદમાં પરણીતાએ આ મામલે સઘળી હકીકત પતિને જણાવી અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલ્પેશ નાથાભાઈ ગેડિયા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે