પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ.
પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી મચ્છર મારવાની દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર બાદ તેણીએ પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે BNS
પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ.


પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી મચ્છર મારવાની દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર બાદ તેણીએ પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે BNS કલમ 85 અને 351(2) મુજબ આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ અમદાવાદની યુવતીના લગ્ન 9 ફેબ્રુઆરી, 2023ના રોજ પાટણના ખાલીદ ખલીલભાઈ સૌદાગર સાથે થયા હતા અને તેમને દોઢ વર્ષનો પુત્ર છે. લગ્નના થોડા સમય બાદથી પતિ નાની-નાની બાબતોમાં ઝઘડો કરી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો અને અવારનવાર તેને ઘરમાંથી કાઢી મુકતો હતો.

છેલ્લા ચાર મહિનાથી પતિએ પત્ની અને બાળકને સાથે રાખ્યા નહોતા. ફોન પર પણ તે તલાકની ધમકી આપતો હતો. દરમિયાન પરિણીતા જાણે છે કે પતિનો અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે, જેના કારણે તે પત્નીને સ્વીકારતો ન હતો.

આ સતત ઉપેક્ષા અને ત્રાસથી કંટાળી પરિણીતા 6 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે તેના મામાના ઘરે મચ્છર મારવાની દવા પી લીધી હતી. ઝેરી અસર થતા તેને તાત્કાલિક પાટણની ગીતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર બાદ તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande