
પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદરના વિસાવાડા નજીક કાર અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગઈ કાલે પોરબંદર દ્વારકા હાઈવે વિસાવડા નજીક કાર અકસ્માતની ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા અને બે લોકોના મોટ નિપજ્યા હતા.
પોરબંદરના મિયાણી મરીન પો.સ્ટે વિસ્તારમાં 22 ફેબ્રુઆરીના રોજ ટુકડા અને વિસાવડા ગામ વચ્ચે દ્વારકા પોરબંદર નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં મદનલાલ નાગજીરામ માળીએ કારના ડ્રાઈવર પન્નાલાલ તગારામ માળી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.
દાખલ થયેલી ફરિયાદ મુજબ ડ્રાઈવર પન્નાલાલે ક્રેટા કાર નંબરની ક્રેટા પુર-પાટ ઝડપે ચલાવી પોરબંદર દ્વારકા નેશનલ હાઇવે વિસાવાડા નજીક કારને પલ્ટી ખવડાવી સાહેદ અરજન માળીને મોઢાના ભાગે તેમજ દીકરા ગોવિંદને પગના ભાગે તથા મદનલાલના પિતા નાગજીરામના જમણા ખભ્ભ ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી છે તેમજ અકસ્માતમાં પવનદેવી તેમજ ગણેશારામ માળીને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું છે.
સમગ્ર ઘટનામાં કાર ચાલક પન્નાલાલે પૂર ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જી કારમાં સવાર બે લોકોના મોત નિપજાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya